શોધખોળ કરો

ABP C-Voter Gujarat Poll: 15 કે 20 નહી, આટલા ટકા ગુજરાતના મત AAPને મળવાનું અનુમાન, ભાજપ-કૉંગ્રેસ બંનેને ઝટકો

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માંડ એક સપ્તાહ બાકી છે. તાજેતરના સર્વેમાં AAPને મળી રહેલા વોટ શેરથી ભાજપ-કોંગ્રેસને નુકસાન થઈ શકે છે.

ABP C-Voter Gujarat Opinion Poll 2022: ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માંડ એક સપ્તાહ બાકી છે. તાજેતરના સર્વેમાં AAPને મળી રહેલા વોટ શેરથી ભાજપ-કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ABP ન્યૂઝ સી-વોટર ઓપિનિયન પોલમાં જે વોટ શેર મળી રહ્યો છે, આના કારણે BJP (BJP) અને કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે.

એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલમાં ભાજપને આ વખતે 45.4 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. ભાજપને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 3.7% વોટ શેરનું નુકસાન સહન કરવું પડી શકે છે. સર્વે અનુસાર, કોંગ્રેસને 29.1 ટકા વોટ શેર મળી શકે છે, જે મુજબ પાર્ટીને 12.4 ટકા વોટ શેર ઘટી શકે છે. ઓપિનિયન પોલના પરિણામો અનુસાર, આમ આદમી પાર્ટીને 20.2 ટકા વોટ શેર મળી રહ્યા છે.

સર્વેઃ ગુજરાત ચૂંટણી 2022માં કોને કેટલો વોટ શેર મળશે?

ભાજપ - 45.4% વોટ શેર
કોંગ્રેસ - 29.1% વોટ શેર
AAP - 20.2% વોટ શેર

ગત ચૂંટણીમાં AAPને NOTA કરતા ઓછા વોટ મળ્યા હતા.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી. તમામ બેઠકો પર તેમની ડિપોઝીટ જપ્ત  થઈ હતી. NOTA બટન દબાવનારા મતદારોની સંખ્યા AAPને મળેલા મત કરતાં વધુ હતી. 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં 5,51,294 મતદારોએ NOTA બટન દબાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ 29 સીટો પર ચૂંટણી લડી હતી અને તેને કુલ 29,517 વોટ મળ્યા હતા. આ 29 બેઠકો પર 75,880 મતદારોએ NOTA બટન દબાવ્યું હતું.

માત્ર એક સીટને NOTA કરતા વધુ વોટ મળ્યા છે

છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, AAPને માત્ર એક બેઠક, કતારગામ પર NOTA કરતા વધુ મત મળ્યા હતા. અહીં 'આપ'ને 4,135 વોટ મળ્યા જ્યારે NOTA વિકલ્પ પર 1693 વોટ પડ્યા. 20 સીટો પર 'આપ'ને ત્રીજા અંકમાં વોટ મળ્યા અને 16 સીટો પર તેને 500થી ઓછા વોટ મળ્યા. AAPને અંકલેશ્વર વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 243 મત મળ્યા, જ્યાં 2732 મતદારોએ NOTAને પસંદ કર્યું, જે પક્ષને મળેલા મતોની સંખ્યા કરતા 10 ગણા હતા.

'આપ' એક વિકલ્પ બનવાની આશા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેથી પ્રથમ તબક્કાના મતદાન માટે એક સપ્તાહ બાકી છે. આમ આદમી પાર્ટી સહિત તમામ પક્ષો તરફથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. AAPને આશા છે કે લોકો તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને મત આપશે. પાર્ટી ગઢવીને ગરીબોના શુભેચ્છક અને ખેડૂતના પુત્ર તરીકે રજૂ કરી રહી છે, સાથે સાથે જોર શોરથી દાવો પણ કરી રહી છે કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી કોઈ વિકલ્પ નથી અને તે વિકલ્પ આમ આદમી પાર્ટી હોઈ શકે છે.

એ સ્પષ્ટ કરી દઈએ કે ઓપિનિયન પોલ સંપૂર્ણપણે જનતા પાસેથી મળેલા અભિપ્રાય પર આધારિત છે. સી-વોટરે આ સર્વે એબીપી ન્યૂઝ માટે કર્યો છે. એબીપી ન્યૂઝને સર્વેના પરિણામો સાથે કોઈ લેવાદેવા નથી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Waqf Amendment Bill: દેશભરમાં મુસ્લિમોના વિરોધની વચ્ચે વકફ એમેન્ડમેન્ટ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
Waqf Amendment Bill: દેશભરમાં મુસ્લિમોના વિરોધની વચ્ચે વકફ એમેન્ડમેન્ટ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
PBKS vs RR: આર્ચર-સંદીપના તરખાટ સામે પંજાબ ઘૂંટણિયે, રાજસ્થાન રોયલ્સે 50 રને મેચ જીતી
PBKS vs RR: આર્ચર-સંદીપના તરખાટ સામે પંજાબ ઘૂંટણિયે, રાજસ્થાન રોયલ્સે 50 રને મેચ જીતી
ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ
ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ
અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 
અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતના કાપોદ્રામાં મહિલા સાથે મારામારી, ઘટનાના વીડિયો સોશલ મીડિયામાં થયા વાયરલHun To Bolish : હું તો બોલીશ : ચોરીની પાઠશાળા?Hun To Bolish : હું તો બોલીશ : આ વેશમાં પણ શેતાન?Jain monk convicted : સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Waqf Amendment Bill: દેશભરમાં મુસ્લિમોના વિરોધની વચ્ચે વકફ એમેન્ડમેન્ટ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
Waqf Amendment Bill: દેશભરમાં મુસ્લિમોના વિરોધની વચ્ચે વકફ એમેન્ડમેન્ટ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
PBKS vs RR: આર્ચર-સંદીપના તરખાટ સામે પંજાબ ઘૂંટણિયે, રાજસ્થાન રોયલ્સે 50 રને મેચ જીતી
PBKS vs RR: આર્ચર-સંદીપના તરખાટ સામે પંજાબ ઘૂંટણિયે, રાજસ્થાન રોયલ્સે 50 રને મેચ જીતી
ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ
ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ
અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 
અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 
સુરતમાં બુટલેગરોનો નવો કીમિયો,
સુરતમાં બુટલેગરોનો નવો કીમિયો, "કાફે" ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ₹2.32 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
પૂર્વ કચ્છમાં ફરી ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકોના દબાણ પર કાર્યવાહી
પૂર્વ કચ્છમાં ફરી ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકોના દબાણ પર કાર્યવાહી
CSK vs DC: દિલ્હીએ ઘરમાં ઘુસી ચેન્નઈને 25 રને હરાવ્યું, 15 વર્ષ બાદ ચેપોકમાં મળી જીત
CSK vs DC: દિલ્હીએ ઘરમાં ઘુસી ચેન્નઈને 25 રને હરાવ્યું, 15 વર્ષ બાદ ચેપોકમાં મળી જીત
વકફ બિલ અંગે સંજય રાઉતનો મોટો ધડાકો, 'ભાજપના મોટા નેતાઓ અમારા સંપર્કમાં હતા અને...'
વકફ બિલ અંગે સંજય રાઉતનો મોટો ધડાકો, 'ભાજપના મોટા નેતાઓ અમારા સંપર્કમાં હતા અને...'
Embed widget