શોધખોળ કરો
Advertisement
આત્મનિર્ભર ગુજરાતઃ રૂપિયા 1 લાખની લોન 2 ટકાના વ્યાજે મળશે, 6 મહિના સુધી હપ્તો કે વ્યાજ નહીં
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખથી વધુ લોકોને લાભ મળશે.
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. 6 મહિના સુધી હપ્તો કે વ્યાજ નહીં ચૂકવવું પડે.
1 લાખ રૂપિયા સુધીની લોન જે લોનનું વ્યાજ ઓછામાં ઓછા 12 ટકા છે તે લોન માત્ર 2 ટકા વ્યાજમાં મળશે. કોઓપરેટિવ બેંકો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રીક્ટ બેંકએ બધા લોકો સાથે વિગતવાર ચર્ચા કરીને આ યોજના બનાવી છે.
જેમાં આ બેંકો માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર લાખ રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે. જેના ઈન્ટ્રેસ્ટના વ્યક્તિએ વાર્ષિક માત્ર 2 ટકા વ્યાજ આપવાનું રહેશે બાકીના 6 ટકા રાજ્ય સરકાર ચૂકવશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપિયાએ કહ્યું, ગુજરાતના નાના વેપારીઓ નાના કારીગરો આ બધાનો વિચાર કરીને, છેલ્લા બે મહિનામાં તેમનો ધંધો ઠપ્પ થયો. બે મહિનામાં તેમને જે માર પડ્યો છે તેમાંથી ઉભા થાય અને આવનારા છ 12 મહિનામાં રિકવરી થઈ જાય એટલા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement