Gujarat: ઉત્તર ગુજરાતના આ ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બનશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી વિધાનસભાના નવા અધ્યક્ષ બનશે. તો શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી વિધાનસભાના નવા અધ્યક્ષ બનશે. બીજી તરફ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
બીજી તરફ સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરે ચાર્જ સંભાળ્યો હતો. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. પૂજા-પાઠ કરીને ડિંડોરે ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો. કુબેર ડિંડોરને શુભેચ્છા પાઠવતા મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુબેર ડિંડોર રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે.
UNSCમાં સ્થાયી સભ્યપદ માટે યૂકે-ફ્રાન્સનું ભારતને ખુલ્લુ સમર્થન, રશિયા-અમરિકા પણ સાથે, ચીનને મોટો ઝટકો
United Nations Security Council: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદને લઇને બ્રિટન અને ફ્રાન્સ (France)નો સાથ મળ્યો છે. સુરક્ષા પરિષદમાં વીટો પારવ રાખનારા બે સ્થાયી સભ્યો બ્રિટન (Britain) અને ફ્રાન્સે ભારત માટે પરમેનન્ટ મેમ્બરશીપને લઇને પોતાનુ સમર્થન આપ્યુ છે. ફ્રાન્સ સ્થાયી સભ્યો તરીકે જર્મની, બ્રાઝીલ, ભારત અને જાપાનની ઉમેદવારીનું સમર્થન કરે છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતે (UAE) પણ સ્થાયી સભ્યપદને લઇને ભારતની વકીલાત કરી છે.
યુએન (UN)માં બ્રિટનના સ્થાયી પ્રતિનિધિ ડેમ બારબરા વુડવર્ડાએ કહ્યું કે, જેમ કે બીજાઓએ કહ્યું કે, સુરક્ષા પરિષદમાં દુનિયાના વધુ પ્રતિનિધિઓ બનવા જોઇએ અને બ્રિટને લાંબા સમયથી સ્થાયી અને બિન સ્થાયી બન્ને સીરીઝમાં આ વિસ્તારની વાત કહી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત નિકોલસ ડી રિવિએરે કહ્યું કે, અમે નવી તાકાતોના ઉદ્વવને ધ્યાનમાં રાખતા સુરક્ષા પરિષિદના વિસ્તારનુ સમર્થન કરીએ છીએ. જેની સાથે દુનિયા છે, અને સુરક્ષા પરિષદમાં સ્થાયી હાજરીની જવાબદારી ઉઠાવવાની ક્ષમતા છે, આ રીતે ફ્રાન્સ સ્થાયી સભ્યો તરીકે જર્મની, બ્રાઝીલ, ભારત અને જાપાનની ઉમેદવારીનુ સમર્થન કરે છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટે ભારત લાંબા સમયથી અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી સફળતા હાંસલ નથી થઇ, ભારતની કોશિસ પર હંમેશા ચીન જ રોડા નાંખી રહ્યું છે. જ્યારે બાકીના ચારેય સભ્યો ભારતના સમર્થનમાં આવી રહ્યાં છે. તમામ સભ્ય દેશો ભારતની વકીલાત કરી ચૂક્યા છે. આ પહેલા અમેરિકા અને રશિયા પણ ભારતના સભ્યપદને લઇને સમર્થન કરી ચૂક્યુ છે. જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય બની જાય છે, તો સૌથી મોટો ઝટકો ચીનને લાગી શકે છે, ચીન નથી ઇચ્છતુ કે આમ થાય.