Gujarat Rain Live Updates: સુરતમાં ધોધમાર વરસાદ, સણીયા-અહેમદ ગામ બેટમાં ફેરવાયું
અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
LIVE

Background
ઉત્તર ગુજરાત માટે આગામી 3 કલાક મહત્ત્વના
હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર , આણંદ , અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા , નર્મદા, ભરૂચ, સુરત ,ડાંગ, તાપી, નવસારી , દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, મોરબી, દ્રારકા ,કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુરમાં આભ ફાટ્યું
અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુરમાં આભ ફાટ્યું હતું. માત્ર એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જીતપુર ગામમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જીતપુર ગામની ગલીઓમાં નદી જેવા હાલ થયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ચાર ઇંર વરસાદ ખાબક્યો હતો. ઉના, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઉનાના આનંદ બજારમાં કેડ સમા પાણી ભરાયા હતા. આનંદ બજારમાં કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલાલાના ધાવા, અમરવેલ, સુરવા,માધુપુર ગામોમાં વરસાદ વરસ્યો હતો.
નવસારીમાં ભારે વરસાદ
નવસારીના જલાલપોર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે હાઇવેથી જતા મુખ્ય બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. મુખ્ય બજારમાં પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે બજારમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડ્યા હતા. પાણીનો યોગ્ય નિકાલ ના થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, તાલાલા, કોડીનાર, સુત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ઉનાના આનંદ બજારમાં કેડસમા પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. કોડીનારના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
