શોધખોળ કરો
Advertisement
નડિયાદઃ મહિના પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ વિધી માટે લઈ ગયો, યુવતીએ ભૂવા સાથે માણ્યું સેક્સ અને....
અનિતાને પણ ભૂવા સાથેના સેક્સ સંબંધો પસંદ હતા તેથી બંને વચ્ચે સંબંધ આગળ વધ્યા હતા. થોડા જ દિવસમાં ગામમાં હર્ષદ અને અનિતાના સંબંધોને લઇને ગણગણાટ શરૂ થયો હતો.
નડિયાદ: એક મહિના પહેલાં જ લગ્ન કરનારી યુવતીને પતિ જેની પાસે લઈ ગયો હતો તે ભુવા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. પતિને આ સેક્સ સંબંધોની જાણ થઈ જતાં ભુવાએ પતિને વિધી કરવાના બહાને મહીસાગર નદીમાં લઈ જઈ પતાવી દીધો હોવાની ચોંકાવનારી ઘટનાબની છે. પોલીસે ભૂવાની ધરપકડ કરી છે.
સેવાલિયામાં રહેતા ભરતભાઇ જવાભાઇ રાઠોડ (ઉ.વ.27)એ 1 મહિના પહેલાં અનિતા ઉર્ફે હંસા સાથે લગ્ન કર્યા હતા. ભરતભાઇની 2 બહેનોનાં લગ્ન કપડવંજ તાલુકાના ઝંડા ગામે કરાવ્યાં હતા. પોતાના બનેવીઓ મારફતે ભરતભાઇને ગામના ભૂવા હર્ષદ ઉર્ફે ભૂવાજી કનુભાઇ સોલંકી (રહે.હિરાપુરા, તા.કપડવંજ) સાથે સંપર્ક થયો હતો.
ભરતભાઇએ ભૂવાને પત્ની જતી ન રહે તે માટે વિધિ કરી આપવા કહેતાં ભૂવાએ તેને પત્નીને લઇને આવવાનું કહ્યું હતું. ભરતભાઇ પત્ની અનિતાને લઇને ભૂવાને ત્યાં ગયા હતા. અનિતાને જોયા બાદ ભૂવો હર્ષદ તેના પ્રેમમાં પડ્યો હતો અને વિધી કરવાના બહાને સેક્સ સંબંધ બાંધ્યા હતા.
અનિતાને પણ ભૂવા સાથેના સેક્સ સંબંધો પસંદ હતા તેથી બંને વચ્ચે સંબંધ આગળ વધ્યા હતા. થોડા જ દિવસમાં ગામમાં હર્ષદ અને અનિતાના સંબંધોને લઇને ગણગણાટ શરૂ થયો હતો. તેમના આડા સંબંધોની જાણ ભરતભાઇને પણ થઇ હતી. આ કારણે હર્ષદે ભરતની હત્યા કરવાનો તખ્તો ગોઠવી દીધો હતો.
હર્ષદ વિધિ કરવાના બહાને ભરતભાઇ, અનિતા, કાકાના દીકરા રમેશભાઇ અને કૌટુંબિક ભાઇ અશોકને લઇને મહિસાગર નદીના કિનારે પહોંચ્યો હતો. તેણે વિધિના બહાને અનિતાના માથા ઉપરથી દાણા વાળીને તેને નદીમાં પધરાવવાનું કહીને ભરતભાઇને બ્રિજ ઉપર લઇ ગયો હતો અને ત્યાંથી તેમને નદીમાં ધક્કો મારી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement