શોધખોળ કરો
Kutch : નખત્રાણા-લખપત હાઈ-વે કેમ કરી દેવામાં આવ્યો બંધ? કોણ ઉતરી ગયું રસ્તા પર?
કોટડાના જડોદર ગામમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો છે. ખાનગી કંપનીની વીજ લાઇનના મુદ્દે જામ કરાયો છે.

તસવીરઃ કોટડાના જડોદર ગામમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો.
કચ્છઃ નખત્રાણાથી લખપત હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કોટડાના જડોદર ગામમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો છે. ખાનગી કંપનીની વીજ લાઇનના મુદ્દે જામ કરાયો છે. મહિલાઓ અને ખેડૂતોએ ટ્રેક્ટર રસ્તા વચ્ચે મૂકીને જામ કર્યો હતો. કંપની દ્વારા આજે વહેલી સવારથી વિજલાઈનનો સર્વે જડોદર અને કોટડા વિસ્તારમાં કરાઈ રહ્યો છે.
સર્વે માટે મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. સર્વેના વિરોધ માટે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ખાનગી કંપનીની વીજ લાઇન મુદ્દે ચક્કાજામ કરાયો છે. ખેડૂતના ખેતરોમાંથી પસાર થતી હાઇ પાવર લાઇન પાકને નુકશાન કરે છે. અવાર નવાર રજુઆતો કર્યા બાદ પણ લેવાયો કોઈ નિર્ણય નથી.
વીજ લાઇન ખેડૂતના ખેતરથી દૂર કરવામાં આવે તે માટે આજે 250 ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ટેકનોલોજી
બોલિવૂડ
Advertisement
