શોધખોળ કરો

Uttarayan 2024: ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણમાં આ ડરના કારણે કોઇ નથી ચગાવતા પતંગ

Makar Sankranti: રાજ્યભરમાં મકરસંક્રાંતિને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ હોય છે

રાજ્યભરમાં મકરસંક્રાંતિને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ બનાસકાંઠાના છેવાડાના ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી. ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ જ્યાં વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી. આ ગામમાં ધાબાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ જ નહોતી અને બાળકો- યુવાનો પડી જવાના ડરથી ગામના વડીલો એક બેઠક બોલાવી અને વીસ વર્ષ અગાઉ ગામમાં પતંગોત્સવ ઉજવવાની મનાઇ કરવામાં આવી અને ઉત્તરાયણના દિવસે પતંગની જગ્યાએ ગામની સફાઈ, દાન-દક્ષિણા અને જીવમાત્રની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આજે પણ તે પરંપરા યથાવત છે.

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ જ્યાં વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી આખરે આ ગામમાં એવું તો શું થયું કે આકાશમાં એક પણ પતંગ ચગતો નથી. આ મામલે ગામની મુલાકાતથી અનેક સવાલોના જવાબ મળ્યા હતા. ફતેપુરા ગામમાં ધાબાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ જ નહોતી અને બાળકો યુવાનો પડી જવાના ડરથી ગામના વડીલોએ એક બેઠક બોલાવી હતી. વીસ વરસ અગાઉ ગામમાં ઉત્તરાયણ ઉજવવાની મનાઇ કરવામાં આવી અને ઉત્તરાયણના દિવસે પતંગની જગ્યાએ ગામની સફાઈ, દાન-દક્ષિણા અને જીવમાત્રની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓની મોજમાં અનેક પક્ષીઓ ઘાયલ પણ થતા હોય છે અને અનેક પક્ષીઓના મોત પણ થતા હોય છે. અનેક બાળકોના ગળા પણ કપાતા જોવા મળે છે ત્યારે વડીલોના માર્ગદર્શનના ભાગરૂપે ગામમાં આજે પણ ઉતરાયણનો તહેવાર ઉજવાતો નથી ત્યારે યુવાઓએ પણ વૃદ્ધોના નિર્ણયને માન આપી આજે પણ તેનું પાલન કરે છે.

ઉપરાંત પણ ગામમાં કોઈ મનમાની કરતા નથી.  જો કોઇ ઉત્તરાયણ પર પતંગ ચગાવે તો ગ્રામજનો તેની પાસેથી દંડરૂપે 5 બોરી બાજરીનું દાન કરાવે છે. જોકે ૨૦ વર્ષથી આ પ્રણાલી ચાલુ હોવાથી હાલ ગામમાં એક પણ યુવાન પતંગ ચગાવતો જોવા નથી મળતો અને લોકો ઉતરાયણના દિવસે દાન ધર્મ કરી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આમ તો ગુજરાતમાં ઉતરાયણના તહેવારનું અનેરૂ મહત્વ હોય છે પતંગ રસિયાઓ સાથે દાન કરવાનો મહિમા પણ ગુજરાતમાં અનેરો જોવા મળી જાય છે પરંતુ ફતેપુરા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી આ નિર્ણયથી અનેક  લોકોને શીખ લેવાની જરૂર છે જ્યારે સરકારનું કરુણા અભિયાન આ ગામમાં સફળ સાબિત થાય તેમાં કોઈ નવાઈ નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે અરજીની થઇ શરૂઆત, આટલા યુવાઓને મળશે તક
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે અરજીની થઇ શરૂઆત, આટલા યુવાઓને મળશે તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે અરજીની થઇ શરૂઆત, આટલા યુવાઓને મળશે તક
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે અરજીની થઇ શરૂઆત, આટલા યુવાઓને મળશે તક
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
Embed widget