શોધખોળ કરો

Unseasonal Rain: રાજ્યના 11 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, મકાનના ઉડ્યાં છાપરા, 40 ગામમાં અંધારપટ્ટ

ભારે પવન સાથે વરસેલા વરસાદથી અમરેલી જિલ્લાના 40 ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પોલ ધરાશાયી થતા બાબરા, વડીયા, કુકાવાવ, અમરેલી તાલુકાના ગામડાઓમાં  અંધારપટ્ટ છવાયો

Unseasonal Rain:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદે  (Unseasonal Rain)ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બુધવારે બપોર બાદ રાજ્યના 11 તાલુકા કમોસમી વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરના મુળીમાં બે, તો કચ્છના નખત્રાણામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

બુધવારે અમરેલી જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો હતો.  વડેરા,નાના ભંડારીયા, સૂર્યપ્રતાપગઢ, દેવલી,સનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ચારેય તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. કમોસમી વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવું હવામાન સર્જાયું હતું. ભારે પવન અને કરા સાથે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદે ખેડૂતોની ફરી એકવાર ચિંતા વધારી છે.  ધોધમાર વરસાદથી ખેતરો પાણીપાણી થઇ ગયા છે.  બાજરી,તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભિતી સેવાઇ રહી છે.  મૂશળધાર વરસાદના કારણે નાના ભંડારીયાની સ્થાનિકનદીમાં ઘોડાપુર આવ્યું છે.

ભારે પવન સાથે વરસેલા વરસાદથી અમરેલી જિલ્લાના 40 ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પોલ ધરાશાયી થતા બાબરા, વડીયા, કુકાવાવ, અમરેલી તાલુકાના ગામડાઓમાં  અંધારપટ્ટ છવાયો છે. વીજ પોલ ધરાશાયી થતાં  PGVCLની ટીમો કામે લાગી છે.

બુધવારે બપોર બાદ બદલાયેલા મોસમના મિજાજે જૂનાગઢને પણ ભીંજવ્યું.  જૂનાગઢના વંથલી પંથકમાં..સાંજના સમયે ભારે પવન ફુંકાતા  કેરીઓ ખરી જતાં ખેડૂતોની ચિંતા વધી છે.

રાજકોટમાં દિવસના 43 ડિગ્રી તાપમાન બાદ માવઠાના કારણે ઠંડક પ્રસરી હતી. બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટ અને ગોંડલ તાલુકામાં.. સુલતાનપુર, દેરડી કુંભાજી, ચરખડી,વેકરી ગામમાં વ કમોસમી વરસાદ વરસ્યો. રાણસીકી ગામમાં 2 બે ઈંચ વરસાદ વરસ્યો હતો.  કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  

કમોસમી વરસાદે ખેતર જ નહી પરંતુ માર્કેટ યાર્ડમાં પણ નુકસાનને નોતર્યુ છે. ધોધમાર વરસાદ વરસતા ખુલામાં પડેલ કેટલીક બોરી  ગોંડલના માર્કેટ યાર્ડમાં પલળી ગઇ હતી.  જો કે મોટા ભાગની જણસ યાર્ડના સેડમાં હોવાથી મોટુ નુકસાન થતા અટક્યું છે.

બુધવારે  માવઠાએ Unseasonal Rain સમગ્ર ઉપલેટા તાલુકાને પણ ઘમરોળ્યું. ઉપલેટામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો  સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં  એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો.  તો મોટી પાનેલી, શહીદ ખારચીયા, ઝાળ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે  ખેતરોમાં પાણી ભરાઇ ગયા. પવન સાથે વરસેલા વરસાદથી ચારેય તરફ પાણી પાણી થયું

રાજકોટનું જામકંડોરણા પંથકમાં પણ કમોસમી વરસાદે ચિંતા વધારી છે. . દડવી, કાના વડાળા સહિતના ગામોમાં વરસ્યો બે ઈંચથી વધુ વરસાદ પડતા ખેતરમાં ઉભા ઉનાળાના પાકને નુકસાન પહોંચ્યુ છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.

રાજકોટના જેતપુર તાલુકામાં.. પીઠડીયા, કાગવડ, વીરપુર, અમરનગર, નવાગઢ સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો. અહી પણ બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતાં કેટલાક વિસ્તારમાં વીજ પોલને નુકસાન થતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.  બુધવારે  પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદથી તલ, બાજરી, શાકભાજી સહિતના પાકને 30થી 40 ટકા નુકસાન થયુ છે.  વીજપોલ ધરાશાયી થતા 233 ગામોમાં છવાયો અંધારપટ છવાયો છે.

કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યો.. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ 1200થી 1600 રૂપિયા વેચાઇ રહી છે. વહેલી સવારથી સુરત શહેરમાં મોસમનો મિજાજ બદલાયો છે અહીં આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોની  ચિંતા વધી છે. ડાંગર, તલ, મગ, કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Embed widget