Patan News: પાટણમાં પશુઓમાં દેખાયો નવો રોગ, એક અઠવાડિયામાં 10 ભેંસોના મોત થતાં પશુ ચિકિત્સા ટીમની દોડાદોડી
પાટણ જિલ્લામાં ફરી એકવાર અચાનક પશુઓના મોતથી ચિંતાનો માહોલ સર્જાયો છે, જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ભેંસોના મોત થઇ રહ્યાં છે
Patan News: પાટણ જિલ્લામાં ફરી એકવાર અચાનક પશુઓના મોતથી ચિંતાનો માહોલ સર્જાયો છે, જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ભેંસોના મોત થઇ રહ્યાં છે, અને આ મોત પાછળ એક નવા જ રોગનું આગમન સામે આવ્યુ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના સાંતલપુરના વાઘપુરામાં આ ઘટના ઘટી છે. વાઘપુરા ગામમાં એક પશુપાલકને ત્યાં અણધારી આફત આવી પડી છે, પશુપાલકે ત્યાં એક જ અઠવાડિયામાં 10 ભેંસોના મોત થયાની ઘટના ઘટી છે, આ દસેય ભેંસોના શંકાસ્પદ મોત બાદ પશુપાલક ચિંતામાં મુકાયો હતો અને આની જાણ પશુ ચિકિત્સક ટીમને કરી હતી. જોકે, બાદમાં પશુ ચિકિત્સક ટીમે સમગ્ર ઘટના અને પશુઓના મોતની તપાસ કરી હતી, રિપોર્ટમાં ભેંસોના મોત પાછળ ગળસુંઢા નામનો રોગ સામે આવ્યો હતો. હાલ પશુ ચિકિત્સક ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગળની તપાસ પણ કરી રહી છે, જોકે, બીજીબાજુ 10 ભેંસોના અચાનક મોત થઇ જતાં પશુપાલકોને લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. પાટણ જિલ્લાના વાઘપુરા સહિત આજુબાજુના બે ગામોમાં આ પશુ રોગચાળો ફેલાયો છે.
સૌથી વધુ દૂધ આપે છે આ ભેંસો, જાણો ગુજરાતની કેટલી છે લિસ્ટમાં
ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને પણ સારી કમાણી કરી શકે છે. કેટલાક ખેડૂતો મોટી સંખ્યામાં ગાયો, ભેંસો રાખીને પશુપાલન દ્વારા તગડી કમાણી કરી રહ્યા છે.
મુર્રાહ ભેંસ- મુર્રાહ ભેંસને વિશ્વની સૌથી દુધાળી ભેંસ કહેવામાં આવે છે જે એક વર્ષમાં 1000-3000 લિટર દૂધ આપે છે. તે મોટે ભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.
સુરતી ભેંસ - સુરતી ભેંસ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. નાની સાઈઝની સુરતી ભેંસ પણ વર્ષમાં 1600-1800 લિટર દૂધ આપે છે.
નવ સુંદરી ભેંસ – બે ભેંસના ક્રોસ બ્રીડિંગની આ ભેંસ પંજાબમાં ખૂબ પ્રખ્યાત છે. ફિરોઝપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી આ ભેંસની તબિયત મજબૂત છે. જેના કારણે એક વર્ષમાં 2500 થી 5000 લીટર દૂધ મળે છે.
મહેસાણી ભેંસ - ભેંસની આ પ્રજાતિ સૌથી વધુ શાંતિપૂર્ણ છે, જે લગભગ 1800 થી 2000 લિટર દૂધ આપે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના પશુપાલકો અને ખેડૂતો માટે મહેસાણાની ભેંસ રાખવી સામાન્ય બાબત છે.
સથકનારા ભેંસ - ભેંસની આ જાતિ દક્ષિણ ભારતની મુરાહ ભેંસ તરીકે પણ ઓળખાય છે, જે મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. જેના કારણે એક વર્ષમાં દૂધનું ઉત્પાદન 800-1200 લીટર સુધી પહોંચી શકે છે.
ગોદાવરી ભેંસ - ભેંસની આ જાતિ ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેની જાળવણીમાં વધુ ખર્ચ થતો નથી અને વર્ષમાં 2000-2050 લીટર સુધી દૂધ મળી રહે છે. તેના દૂધની ગુણવત્તા વખાણવા લાયક છે.
ભદાવરી ભેંસ - આ અનોખી પ્રજાતિ ચંબલ, બેટવા અને યમુના નદીની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે, જે 365 દિવસમાં 1600-1800 લિટર દૂધ ઉત્પાદન આપે છે. તેના દૂધમાંથી બનેલું ઘી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જાફરાબાદી ભેંસ - મજબૂત બાંધેલી જાફરાબાદી ભેંસને ગીર ભેંસ પણ કહેવામાં આવે છે, જે એક વર્ષમાં 1800-2900 લિટર દૂધ આપે છે. તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ જોવા મળે છે.