શોધખોળ કરો

બાળકોને રસી આપવાની તૈયારી, રાજ્યના આરોગ્ય વિભાગની મંગળવારે બેઠક

ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી જ તમામ બાળકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક મંગળવારે મળશે.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી જ તમામ બાળકોને રસી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક મંગળવારે મળશે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગની સાથે કેંદ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે વિડિઓ કોન્ફ્રરન્સ મારફત અધિકારીઓ ચર્ચા કરશે. કેંદ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી આઠ હજાર જેટલી ટીમને પણ કાર્યરત કરવામાં આવશે. ટૂંકા ગાળાની અંદર જ રાજ્યના તમામ બાળકોની રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યમાં 15 થી 18 વર્ષની વચ્ચે 30 લાખ કરતા વધુ બાળકો હોવાનો અંદાજ છે.

15 વર્ષથી ઉપરના બાળકોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ થશે

કોરોના મહામારી વિરુદ્ધ ભારતે વધુ એક મોટુ પગલું ભર્યું છે. દેશમાં એક જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન શરૂ થવા જઇ રહ્યું છે. બાળકોને વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા પણ અન્ય લોકોની જેમ જ રહેશે.

બાળકો માટે રજિસ્ટ્રેશન CoWin એપ મારફતે જ થશે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ ડોક્ટર આરએસ શર્માએ કહ્યું કે એક જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો વેક્સિન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવી શકશે.  

વડાપ્રધાન મોદીએ ક્રિસમસના અવસર પર દેશને સંબોધિત કરતા દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. વડાપ્રધાને જાહેરાત કરતા કહ્યું હતું કે ત્રણ જાન્યુઆરી 2022થી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સૂત્રોના મતે ડ્રગ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને 15 થી 18 વર્ષ સુધીના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

બાળકોએ કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેને સ્લોટ આપવામાં આવશે. કોવિન એપ પર સ્લોટ દરમિયાન બાળકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે.  બની શકે છે કે બાળકો માટે અલગથી સેન્ટર બનાવવામાં આવી શકે છે. સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો માટે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી કોમોર્બીટ વૃદ્ધોને પણ તેમના ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો: 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ મળશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ બૂસ્ટર ડોઝ આપી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Jamnagar: જામનગર બનશે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી,દેશમાં પ્રથમ વખત યોજાશે આ ઈવેન્ટ
Mahakumbh 2025: મહાકુંભ માટે સાધુઓનો જમાવડો શરૂ, હાથમાં ભાલા લઇને પહોંચતા 5 કિમી લાંબી ભીડ જામી...
Mahakumbh 2025: મહાકુંભ માટે સાધુઓનો જમાવડો શરૂ, હાથમાં ભાલા લઇને પહોંચતા 5 કિમી લાંબી ભીડ જામી...
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
નવા વર્ષની ઉજવણીમાં આટલા હજાર કરોડનો દારૂ પી જાય છે દુનિયાભરના લોકો, જાણો આંકડાઓ
નવા વર્ષની ઉજવણીમાં આટલા હજાર કરોડનો દારૂ પી જાય છે દુનિયાભરના લોકો, જાણો આંકડાઓ
Ind vs Aus: 25 વર્ષોથી નથી ખુલ્યુ જીતનું ખાતું, જાણો સિડની ગ્રાઉન્ડ પર કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ
Ind vs Aus: 25 વર્ષોથી નથી ખુલ્યુ જીતનું ખાતું, જાણો સિડની ગ્રાઉન્ડ પર કેવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ
Embed widget