(Source: ECI/ABP News/ABP Majha)
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Gujarat Weather: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતી કલાકની રહેશે.
Gujarat Unseasonal Rain: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દાહોદ શહેરમાં કમોસમી માવઠું પડ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દાહોદ શહેર સહિત છાપરી, રામપુરા, ગલાલીયા વાડ, રળીયાતી સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે.
કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી
- 12 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, સુરત,નર્મદા,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,મહીસાગર,દાહોદ,આણંદમાં આગાહી
- 13 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- 14 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર
- 15 તારીખે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
Updated Thunderstorm warning map dated 11.05.2024 pic.twitter.com/lqXbssZTlj
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 11, 2024
રાજ્યમાં કેમ પડશે કમોસી વરસાદ
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતી કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે વરસાદની આગાહી છે.
Thunderstorm warning maps dated 11.05.2024 pic.twitter.com/Q9dXTw6inY
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 11, 2024
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે.
આ પણ વાંચોઃ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ