શોધખોળ કરો

Unseasonal Rain : રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો કેટલા દિવસ કમોસમી વરસાદની કરાઇ આગાહી

Unseasonal Rain : દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે

Unseasonal Rain : રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી પાંચ ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી હતી. ઉત્તર,દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે.

આજથી પાંચ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેની સાથે મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. તો કાલથી ચાર ડિસેમ્બર સુધી દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.  બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

ખેડૂતો અને એપીએમસી માટે ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં હજુ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  જેને જોતા ખેડૂતો અને એપીએમસી માટે ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા અનુસાર પાકને નુકસાનથી બચાવવા ખેડૂતોએ ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ.. અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવાની સલાહ આપવામાં આવી છે.

એટલુ જ નહીં પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ખેતીના પાકની નીચે જતુ અટકાવવુ જોઈએ.  ખેતી નિયામકે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ખેડૂતોને હાલ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા માટેની પણ સલાહ આપવામાંઆવી છે. ખાતર અને બિયારણ વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જણાવાયું છે. તો એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસોમાં સુરક્ષિત રાખવી જોઈએ. ઉપરાંત નજીકના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

દાહોદનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વરસાદના પગલે ઠંડીમાં વધારો થયો છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. 15 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે રહ્યો હતો. 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ભૂજ, રાજકોટ, કેશોદમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Embed widget