શોધખોળ કરો

Gujarat Rain: આ વીડિયો જોઈ તમે પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કરશો સલામ, મહિલાને હોસ્પિટલે પહોંચાડવા પોતાનો જીવ જોખમમાં મુક્યો

Gujarat Rain: આજે પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. તો બીજી તરફ કેટલાય ગામોનો સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાતા એકબીજા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

Gujarat Rain: આજે પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. તો બીજી તરફ કેટલાય ગામોનો સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાતા એકબીજા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. ખાસ કરીને જ્યારે મેડિકલ ઈમરજન્સી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે, આ બધાની વચ્ચે ઘેડ પંથકનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક 108 એમ્બ્યુલન્સ જોઈ શકાય છે. લોકો આ વીડિયોનું ખુબ લાઈક અને શેર કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોશો કે, ડ્રાઈવર પોતાની બહાદુરીથી પાણીના ધમમસતા પ્રવાહ વચ્ચેથી એમ્બ્યુલન્સને બહાર કાઢે છે અને દર્દીના ઘર સુધી પહોંચે છે. આ વીડિયો ઘેડ પંથકના લુશાળા ગામનો હોવાની માહિતી સામે આવી છે. લુશાળા ગામમાં એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવાની હતી. જેને લઈને 108ને કોલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહ વચ્ચે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે હિંમત કરી એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચાડી હતી. લોકો આ ડ્રાઈવરની હિંમતને સલામ કરી રહ્યા છે.

કુતિયાણામાં 7 તો માધવપુરમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર

પોરબંદર જિલ્લાના ઘેડપંથકના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે  કુતિયાણા તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ગામડાઓ જળ બંબાકાર થયા છે. તો કુતિયાણા તાલુકાના પસવારીથી ઘેડ પંથકને જોડતા રસ્તા પર ભાદર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત મહોબતપર ગામના 160 લોકોનું રેસ્કયું કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. હજુ પણ ભાદર નદીનું સ્તર વધી રહ્યું છે. હાલ વહીવટી અને પોલીસ વિભાગના જવાનો સતત ખડેપગે જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં ત્રણ કલાકમાં ૫ ઇંચ તો કુતિયાણામાં ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ પગલે જ્યાં જુઓ ત્યાં ગ્રામ્ય પંથકના પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કુતિયાણાની મુખ્ય બજાર તો શેરી ગલીઓમાંથી પાણી વહી રહ્યા છે. હજુ ગ્રામ્ય પંથકના વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે.

Gujarat Rain: આ વીડિયો જોઈ તમે પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કરશો સલામ, મહિલાને હોસ્પિટલે પહોંચાડવા પોતાનો જીવ જોખમમાં મુક્યો

હવામાન વિભાગની આગાહીને પગલે આગામી 24 કલાક દરમિયાન જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દ્વારકા, ગીર સોમનાથ , અમરેલી, અમદાવાદ , ખેડા, આણંદ, ભરુચ, સુરત ,તાપી, ડાંગ અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, ગીર સોમનાથ , અમરેલી, અમદાવાદ , ખેડા, આણંદ, ભરુચ, સુરત ,તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.  તો બીજી તરફ કચ્છ, મોરબી, સુરન્દ્રનગર, બોટાદ , મહેસાણા , ગાંધીનગર , સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

આગામી 5 દિવસ રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગઈકાલથી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે. અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુત્રાપાડામાં 22 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ હજુ લોકોને વરસાદથી રાહત મળશે નહી. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget