(Source: ECI/ABP News/ABP Majha)
Video: મંત્રી રાઘવજી પટેલએ કાચું કાપ્યું, દેશી દારૂનો અભિષેક કરવાને બદલે ગટગટાવી ગયા
નર્મદા: જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી માં કરવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારુથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી આદિજાતિ વિસ્તાર ચાલતી આવે છે.
નર્મદા: જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી માં કરવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારુથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી આદિજાતિ વિસ્તાર ચાલતી આવે છે. આ દરમિયાન મંત્રી રાઘવજી પટેલથી એક ભૂલ થઈ ગઈ હતી. જેની ચર્ચામાં હાલમાં ખુબ થઈ રહી છે.
આજે દેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત મહાનુભાવોને દેશી દારુ પૂજા માટે આપ્યો હતો. જોકે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દારુનો પડીયો ચરણામૃત સમજી મોઢે માંડી દીધો હતો. ત્યારબાદ બાજુમાં ઉભેલા માજી વન મંત્રી મોતીસિંહ વસાવાએ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાય હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આજે વિશ્વ આદિવાસી દિવસ
ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે, આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ દિવસ નિમિત્તે આજે ગુજરાતના તાપી જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, આ પ્રસંગે અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આજે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે, આજે જિલ્લાના સોનગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાની આ ઉજવણી કરવામાં આવશે. અહીંથી 73 કરોડના લોકાર્પણનું કામ, 75 કરોડના કામોનું ખાત મુર્હર્ત સહિતના કામોને ખુલ્લા મુકાશે. આજે સોનગઢના ગુણસદાની પ્રાથમિક શાળા ખાતેથી મેરી માટી 'મેરા દેશ' કાર્યકમનો રાજ્યવ્યાપી શુભરંભ કરાવવામાં આવશે. સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે પહોંચશે, અને અહીંથી કાર્યક્રમને લઈ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમની શરૂઆત કરાવશે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે તાપીમાં મુખ્યમંત્રી ખુદ હાજર રહેશે અને આ પ્રસંગમાં ભાગ લેશે. આ ઉપરાંત ત્યાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ હજાર રહેશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવશે તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યોને પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે.