તમિલનાડુ ચૂંટણીમાં AIADMKની કારમી હાર થયા બાદ મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રાજીનામું આપ્યું
તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો તરીકે એમ કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકે ગઠબંધન તામિલનાડુમાં આગામી સરકાર બનાવવા જઈ રહ્યું છે.
તમિલનાડુ ચૂંટણી એઆઈડીએમકેની કારમી હાર થતા મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રાજીનામું આપ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પલાનીસ્વામીએ પોતાના વતન સલેમથી રાજ્યપાલન બનવારીલાલ પુરોહિતને રાજીનામું મોકલી આપ્યું છે.
તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો તરીકે એમ કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકે ગઠબંધન તામિલનાડુમાં આગામી સરકાર બનાવવા જઈ રહ્યું છે. જ્યારે, પ્રથમ વખત રાજ્યના રાજકારણમાં બે મોટા દિગ્ગજ નેતા જયલલિતા અને એમ કરુણાનિધિ વગર લડવામાં આવેલી આ ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેને કરારી હાર મળી છે. ડીએમકે 150થી વધુ બેઠકો પર જીત મેળવે તેવું અનુમાન છે.
સ્ટાલિન યુગની શરુઆત
રાજ્યમાં હવે સ્ટાલિન યુગની શરુઆત થઈ ગઈ છે. ડીએમકેની આ શાનદાર જીત બાદ સ્ટાલિન રાજ્યમાં એક પોપ્યૂલર નેતા તરીકે લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી શકે છે. આ વખતની ચૂંટણીમાં સ્ટાલિન સિવાય અન્ય ઘણા મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ઉતર્યા હતા, જેમાં એઆઈએડીએમકેના ઈ પલાનીસ્વામી, એએમએમકેના ટીવીવી દિનાકરન અને એમએનએમના કમલ હસન હતા.
જીત બાદ સ્ટાલિને લોકોનો આભાર વ્યક્ત કર્યો
પ્રથમ વખત તામિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિને રવિવારે રાજ્યના લોકોને તેમની પાર્ટીની જીત અપાવવાને લઈ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ ઈમાનદારીથી કામ કરશે. સ્ટાલિને તેમની પાર્ટીને છઠ્ઠી વખત તામિલનાડુ પર શાસન કરવા જનાદેશ આપવાને લઈ રાજ્યના તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
ડીએમકે 5 વખત તામિલનાડુ પર કરી ચૂકી છે શાસન
ડીએમકે વર્ષ 2006-11, 1996-2001, 1989-91, 1971-76 અને 1967-71 દરમિયાન રાજ્ય પર શાસન કરી ચૂક્યું છે. સ્ટાલિને એક નિવેદનમાં કહ્યું કે લોકોએ એ વિશ્વાસ સાથે ખૂબ જ જનસમર્થન આપ્યું કે દ્રમુક સત્તામાં આવશે તો તેમનું કલ્યાણ સુરક્ષિત રહેશે.