મોરબી નકલી રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડમાં તપાસનો ધમધમાટ, જાણો કોણે 700 નકલી ઇન્જેક્શન ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો
નકલી રેમડેસિવીર ઈંજેક્શનના રાજ્યવ્યાપી જીવલેણ કૌભાંડમાં સુરતમાંથી પકડાયેલા પાંચ શખ્સોની મોરબી પોલીસે કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાંથી ઝડપાયેલ નકલી રેમડેસિવીર ઈંજેક્શન કૌભાંડના તાર મહેસાણાના કડી સુધી પહોંચ્યા છે. મોરબી પોલીસની તપાસમા મહેસાણાના કડીના અમન મેડિકલ સ્ટોરના માલિક યુસુફે 700 નકલી ઈંજેક્શન ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં કડીના મેડિકલ સ્ટોરના માલિકનું નામ ખુલતા જ મોરબી પોલીસે મહેસાણા એલસીબીની મદદથી કડીના અમન મેડિકલ સ્ટોરના માલિક યુસુફની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે
નકલી રેમડેસિવીર ઈંજેક્શનના રાજ્યવ્યાપી જીવલેણ કૌભાંડમાં સુરતમાંથી પકડાયેલા પાંચ શખ્સોની મોરબી પોલીસે કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને આ નકલી રેમડેસિવીર વેંચવાની સુરતથી અમદાવાદ અને અમદાવાદથી વાયાર મોરબીની ચેન હતી. તેમાં પડદા પાછળ રહેલા મોટા માથાઓની કોઈ ભૂમિકા હતી કે કેમ અને મોરબીતી વાપી સુધી 10 હજાર ઈંજેક્શન કોણે ખરીદ્યા અને કોને કોને આપ્યા તે અંગે મોરબી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.. આ ટીમો અમદાવાદ, સુરત અને વાપીમાં તપાસ કરશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યાર સુધીમાં કેટલા નકલી રેમડેસિવીર ઈંજેક્શનનો તૈયાર કર્યા અને બજારમાં વેચાણ કર્યા તે બાબળે તાળો મેળવી રહ્યા છે.. મોરબીના એસપીના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 3300 જેટલા નકલી ઈંજેક્શન અને તેની સામગ્રી જપ્ત કરી છે.. આરોપીઓના કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે.. અને ત્યાર બાદ જ કેટલા ઈંજેક્શન બનાવ્યા અને કેટલા બજારમાં વેચાણ કર્યા તેનો તાળો મેવી શકાશે.. હાલ પોલીસની અલગ અલગ ટીમો અમદાવાદ, સુરત અને વાપીમાં તપાસ ચલાવી રહી છે.. સુરતમાંથી નકલી રેમડેસિવીરની આખી ફેક્ટરી ઝડપાઈ હતી.. અને પોલીસે કુલ 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શું દેશમાં ફરીથી લોકડાઉન આવશે ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યને કહ્યું- Lockdown અંગે વિચાર....
ગુજરાતના આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં, ગામને દર ત્રણ દિવસે કરાય છે સેનેટાઈઝ