Indian Economy: ભારતમાં મંદીની અસર અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું - "વિશ્વની સરખામણીએ..."
અમિત શાહે કહ્યું કે, ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે વર્ષ 2022માં 8.2 ટકાના દરે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ.
![Indian Economy: ભારતમાં મંદીની અસર અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું - Amit Shah Said India Has Became Fastest Growing Economy Of World Inflation Less Impact On India Indian Economy: ભારતમાં મંદીની અસર અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું -](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/094640ea506b7e8768d72af1ebf29c3c1657633242_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amit Shah On Economy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલી નીતિઓને કારણે સમગ્ર વિશ્વમાં મંદીની અસર ભારત પર ઓછી થઈ છે. અમિત શાહે કહ્યું કે, ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે વર્ષ 2022માં 8.2 ટકાના દરે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ.
અમિત શાહે GST કલેક્શનને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, જેઓ અમને ગબ્બર સિંહ ટેક્સ કહીને ટોણા મારતા હતા, તે ગબ્બર સિંહને કદાચ ખબર નથી કે GSTનું કલેક્શન 1.62 લાખ કરોડને પાર થઈ ગયું છે. દેશમાં વધી રહેલી નિકાસને લઈને અમિત શાહે સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદથી અત્યાર સુધીમાં અમે વર્ષ 2022માં રેકોર્ડ 421 બિલિયન ડોલરની નિકાસ કરી છે.
વિશ્વની સરખામણીએ ભારતમાં મંદીની ઓછી અસરઃ
અમિત શાહે કહ્યું કે દુનિયાના અન્ય દેશોની સરખામણીએ અમે મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. આપણે શ્રીલંકા, પાકિસ્તાન જેવા પાડોશી દેશો અને અમેરિકા સહિતના દેશોની સ્થિતિ પર નજર રાખી છે. અમિત શાહે કહ્યું કે, કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.
ભારત પણ મંદી અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ મંદીથી ઓછો પ્રભાવિત થયો છે. અમિત શાહે કહ્યું કે, બિઝનેસ કરવાની સરળતાના સંદર્ભમાં આપણા દેશનું રેન્કિંગ સુધર્યું છે. જ્યાં 2014 પહેલા દેશમાં સ્ટાર્ટઅપ્સ નહિવત હતા, આજે ભારત સ્ટાર્ટઅપનું હબ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો
Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)