શોધખોળ કરો
દેશના આ રાજ્યએ રમી, પોકર જેવી ઓનલાઈન ગેમ પર લગાવ્યો પ્રતિબંધ
મંત્રીએ કહ્યું બીજી વખત ગુનામાં પકડાવવા પર બે વર્ષ જેલની સજા થશે. ઓનલાઈન ગેમ રમતા પકડાઈ જવા પર છ મહીના જેલની સજા થશે.

અમરાવતી: આંધ્ર પ્રદેશ સરકારે ગુરૂવારે યુવાઓને ખોટા રસ્તા પર ધકેલતી રમી અને પોકર જેવી ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચના મંત્રી પી.વેંકટરમૈયાએ કહ્યું મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળે ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
મંત્રીમંડળની બેઠકમાં અંતમાં પત્રકારો સાથે વાતચીત કરતા મંત્રીએ કહ્યું કે ઓનલાઈન જુગારની લત યુવાનોને ગુમરાહ કરી નુકસાન પહોંચાડી રહી છે. મંત્રીએ કહ્યું એટલે અમે યુવાઓને બચાવવા માટે તમામ ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળના નિર્ણય અનુસાર ઓનલાઈન જુગારના આયોજકોને પ્રથમ વખત આરોપી મળી આવવા પર એક વર્ષની જેલની સજા થશે.
મંત્રીએ કહ્યું બીજી વખત ગુનામાં પકડાવવા પર બે વર્ષ જેલની સજા થશે. ઓનલાઈન ગેમ રમતા પકડાઈ જવા પર છ મહીના જેલની સજા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
Advertisement
