દક્ષિણ આફ્રિકાની ટી20 ટીમમાં પાછો આવશે આ તોફાની બેટ્સમેન ? IPLથી લઇને દરેક ટી20 ટૂર્નામેન્ટમાં મચાવી ચૂક્યો છે ધમાલ
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનુ કહેવુ છે કે પ્રૉટિયાસ માટે આ એક ખુબજ મુશ્કેલીભર્યો નિર્ણય છે. તે કહે છે કે- ખેલાડીઓ જે દુનિયાભરની ટી20 લીગમાં રમે છે,
Graeme Smith on Faf du Plessis: આ વર્ષે ઓક્ટોબરમાં રમાનારા ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022)માં ફાક ડૂ પ્લેસીસ (Faf du Plessis)ને દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમમાં જગ્યા આપવાનાં આવશે કે નહીં? આ સવાલ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને નિદેશક રહેલા ગ્રીમ સ્મિથે (Graeme Smith) પણ આને પડકારપૂર્ણ ફેંસલો ગણી રહ્યાં છે.
ખરેખરમાં, ડૂ પ્લેસીસ એવા ખેલાડીઓના ગૃપમાં સામેલ છે, જેને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા સાથે કોઇ કૉન્ટ્રાક્ટ નથી કર્યો. આવામાં એ જોવાનુ દિલચસ્પ રહેશે કે શું દક્ષિણ આફ્રિકા ટીમ આ વર્ષ રમાનારા ટી20 વર્લ્ડકપ માટે કોઇ ફ્રી એજન્ટને સામેલ કરી શકે છે કે નહીં.
જ્યારે ગ્રીમ સ્મિથ દક્ષિણ આફ્રિકાના ડાયરેક્ટર હતા ત્યારે ગયા વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ફ્રી એજન્ટ પ્રૉટિયાસ ટીમમાં સામેલ થવા પર પ્રતિબંધ હતો, દક્ષિણ આફ્રિકા ટીમના સિલેક્ટર્સને આ વખતે આ મામલા પર મોટો ફેંસલો લેવો પડશે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનુ કહેવુ છે કે પ્રૉટિયાસ માટે આ એક ખુબજ મુશ્કેલીભર્યો નિર્ણય છે. સ્ટાર સ્પૉર્ટ્સની સાથે વાતચીતમાં તે કહે છે કે- ખેલાડીઓ જે દુનિયાભરની ટી20 લીગમાં રમે છે, તે દક્ષિણ આફ્રિકા ટીમ માટે ટી20 વર્લ્ડકપ કેટલો સમય આપી શકે છે? શું તેને સીધો વર્લ્ડકપ ટીમમાં સામલે કરી લેશે, કે પછી તેને પહેલાથી જ કેટલીક મેચો રમાડાશે. જેથી અમે ટીમના કલ્ચર, થિન્કિંગ, ટ્રેનિંગ અને તૈયારીઓને સમજી શકીએ. હું માનુ છે કે ફાક ડૂ પ્લેસીસમાં આ યોગ્યતા છે, પરંતુ આ ફેંસલો ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને લેવાનો છે કે તેને ટીમમાં સામેલ કરવા કેટલો સમય આપવાની જરૂર છે. તેને સાથે એ પણ કહ્યું હાલમાં દક્ષિણ આફ્રિકા હવે એ સ્થિતિમાં છે કે તે જાણી શકે છે કે અમારી બેસ્ટ ઇલેવન કઇ છે.
ઉલ્લેખનીય છે કે ફાક ડ઼ૂ પ્લેસીસ છેલ્લીવાર આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ દોઢ વર્ષ પહેલા રહ્યો હતો, તેને દોઢ વર્ષ પહેલા છેલ્લીવાર ફેબ્રુઆરી 2021માં પાકિસ્તાન સામે મેચ રમી હતી, ત્યારબાદથી તે આંતરરાષ્ટ્રીય ટીમથી દુર છે. તેને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે, પરંતુ ટી20 અને વનડેમાંથી હજુ સન્યાસ લેવાની જાહેરાત નથી કરી. તેનો હવે સાઉથ આફ્રિકા ક્રિકેટ સાથે કોઇ કૉન્ટ્રાક્ટ નથી, ડૂ પ્લેસીસ હાલમાં એક ફ્રી એજન્ટ છે. ખાસ વાત છે કે, ફાક ડૂ પ્લેસીસ હાલ દુનિયાભરની ટી20 ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવી રહ્યો છે, તેને આઇપીએલ 2021 અને 2022માં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન