શોધખોળ કરો

પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતેલા ભજનલાલ શર્માને બીજેપીએ બનાવ્યા મુખ્યમંત્રી, જાણો કઇ રીતે થઇ સીએમના નામની પસંદગી ?

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી વિધાનસભાએ ભજનલાલ શર્માની પસંદગી કરી છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ ચહેરો છે

Rajasthan New CM: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી વિધાનસભાએ ભજનલાલ શર્માની પસંદગી કરી છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ ચહેરો છે, હવે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. તેઓ સાંગાનેર બેઠક પરથી ધારાસભ્ય છે.

રાજનાથ સિંહે કહ્યું કે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજસ્થાન બીજેપી લેજિસ્લેટિવ પાર્ટીની બેઠકમાં કર્યો હતો. જેના પર તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે સંમતિ આપી હતી. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યૂટી સીએમ હશે, અને વાસુદેવ દેવનાની સ્પીકર બનશે. 

ટિકીટ કાપીને ભજનલાલ શર્માને બનાવ્યા હતા ઉમેદવાર 
ભાજપે 2023ની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય અશોક લુહાટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને આપી હતી. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા.

આ નામ પસંદ કરતા પહેલા ભાજપમાં લાંબું મંથન ચાલ્યુ હતુ, વાસ્તવમાં પાર્ટી સામે સૌથી મોટો પડકાર વસુંધરા રાજેને મનાવવાનો હતો. આ માટે રાજનાથ સિંહને નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે વિનોદ તાવડે અને સરોજ પાંડેને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓ આજે (12 ડિસેમ્બર) જયપુર પહોંચ્યા.

તેઓ આવતાની સાથે જ રાજનાથ સિંહે હૉટલ લલિતમાં વસુંધરા રાજે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. બેઠક બાદ વસુંધરા રાજે અને રાજનાથ સિંહ પાર્ટી ઓફિસ માટે રવાના થયા હતા. આ દરમિયાન વસુંધરા હંસતી હતી.

ધારાસભ્ય દળની બેઠક પહેલા પાર્ટી કાર્યાલયમાં ફોટો સેશન થયું. અહીં વસુંધરા રાજે રાજનાથ સિંહ અને પ્રહલાદ જોશીની બાજુમાં આગળની હરોળમાં બેઠાં હતાં. આ પછી ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ.

વસુંધરાનું શક્તિ પ્રદર્શન

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ વસુંધરા રાજેએ મુખ્યમંત્રી પદ માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા. તેમણે 4 અને 5 ડિસેમ્બરે તેમની છાવણીના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આને તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું.

આ પછી 7 ડિસેમ્બરે વસુંધરા રાજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેના હાથમાં ફાઈલો હતી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે વસુંધરાએ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા.

સૂત્રોએ જણાવ્યું કે વસુંધરાએ તમામ સીટો પર જીત અને હારનો હિસાબ પણ આપ્યો હતો. તેમણે મુખ્યમંત્રી પદનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો હતો.

વસુંધરા ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલી વસુંધરા રાજે જયપુર પરત ફર્યા. અહીં તેમણે રવિવારે અનેક ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.

આ બધાની વચ્ચે ભાજપે પરિણામના 9 દિવસ બાદ સીએમના નામની જાહેરાત કરી છે. વસુંધરા રાજેની સાથે અર્જૂન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવનું નામ પણ રેસમાં સામે આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget