
Bharat Jodo Yatra: ઈન્દોરમાં રાહુલ ગાંધીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, મીઠાઈની દુકાનમાંથી મળ્યો ધમકીભર્યો પત્ર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તોફાની તત્વોનો હાથ હોઈ શકે છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધીને ઈન્દોર પહોંચતા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મીઠાઈની દુકાન પર ધમકીભર્યો પત્ર મળ્યો છે. જુની ઈન્દોર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પત્ર છોડનાર વ્યક્તિની શોધ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 24 નવેમ્બરની આસપાસ રાહુલ ગાંધી ઈન્દોરના ખાલસા સ્ટેડિયમમાં રાત્રિ આરામ કરશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તોફાની તત્વોનો હાથ હોઈ શકે છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
इंदौर में भारत जोड़ो यात्रा के दौरान राहुल गांधी को मिली बम से उड़ाने की धमकी, मिठाई किं दुकान पर मिले पत्र से पुलिस महकमे में मची खलबली, इंदौर पुलिस जुटी जांच में @ABPNews @abplive pic.twitter.com/jYnhKGxBD4
— firoz khan (@firozkhan911) November 18, 2022
યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે
રાહુલ ગાંધી દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા 'ભારત જોડો યાત્રા' કાઢી રહ્યા છે. ભારત જોડો યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના નેતાઓ આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ઈન્દોરની સેવર વિધાનસભાના કોંગ્રેસી નેતા રીના બોરાસીએ પણ પદયાત્રા કાઢીને કોંગ્રેસની ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતા અને શહેર પ્રમુખ રવિ ભદોરિયાએ કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ભારત જોડો યાત્રા સાથે તમામ વર્ગના લોકો સીધા જોડાઈ રહ્યા છે. માલવા વિસ્તારમાં આ યાત્રા પૂરજોશમાં નીકળશે. ભારત જોડો યાત્રામાં હજારો યુવાનો જોડાશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની સામાન્ય સભામાં લાખો લોકો એકઠા થવાની સંભાવના છે. શહેરની મોટી હોટલો બુક થઈ ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

