Lok Sabha Election: યુવરાજ સિંહ,અક્ષય કુમાર અને જયા પ્રદાને ઉમેદવાર બનાવી શકે છે બીજેપી, આ બેઠકો છે ચર્ચામાં છે
BJP Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા એક મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ઘણી હસ્તીઓને મેદાનમાં ઉતારી શકે છે.
BJP Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. દરમિયાન, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટેની બેઠક શુક્રવાર (1 માર્ચ) ની વહેલી સવારે સમાપ્ત થઈ.
લોકસભા ચૂંટણી પહેલા એક મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ઘણી હસ્તીઓને મેદાનમાં ઉતારી શકે છે. તેમાંથી ભાજપ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવી શકે છે. જ્યારે અભિનેતા અક્ષય કુમારને ચંદીગઢ અથવા દિલ્હીની કોઈપણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, માહિતી પ્રાપ્ત થઈ છે કે ભાજપ પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાને દક્ષિણ ભારતની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં એવા ઉમેદવારોના નામ હશે જેમની સ્થિતિ મજબૂત છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નામ સામેલ છે. હવે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ભાજપ અનેક હસ્તીઓને ટિકિટ આપીને ચૂંટણી માઈલેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ એ જ બેઠકો છે જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
ગઠબંધન વચ્ચે મંત્રણા એક-બે દિવસમાં ઉકેલાઈ જશે
તે જ સમયે, સૂત્રો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ભાજપ આગામી બે દિવસમાં બિહાર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ગઠબંધનનું ગણિત ઉકેલી લેશે અને પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત કર્યા પછી, ઉમેદવારોના નામ પર વહેલી તકે ચર્ચા કરવામાં આવશે. પંજાબમાં અકાલી દળ, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને બિહારમાં જેડીયુ, એલજેપી, જીતન રામ માંઝીની હમ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સાથે સમજૂતી કરવી પડશે. માનવામાં આવે છે કે 3 માર્ચની સાંજ સુધીમાં ભાજપ કોને ક્યાંથી મેદાનમાં ઉતારશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ગમે ત્યારે બહાર પડી શકે છે યાદી
આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે આજે મોડે મોડે જ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. ભાજપની સંભવિત પ્રથમ યાદીમાં ઘણા મોટા નામોની જાહેરાત થઈ શકે છે. આ ઉમેદવારોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધીના નામો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપની આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં ચૂંટણી પંચે લોકસભાની 543 બેઠકોની તારીખો જાહેર કરે તે પહેલા જ તેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઘણી બેઠકો પર નિર્ણયો પણ લેવાયા છે.