શોધખોળ કરો
ભાજપની યુવા મહિલા નેતા કારમાં ડ્રગ્સ લઈને જતી હતી, સાથે હતો ભાજપ યુવા નેતા, પોલીસે શું કર્યું ?
પકડવામાં આવેલા કોકેનની કિંમત બજારમાં લાખો રૂપિયાની આસપાસ છે. તેની સાથે એક કેંદ્રીય સુરક્ષાદળનો જવાન પણ હતો.

તસવીર ફેસબૂક
ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની શુક્રવારે પોલીસે ધરપકડ કરી છે. તે પોતાની કાર અંદર કોકીન લઈને જઈ રહી હતી. પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમાર ડેને પણ ન્યૂ અલીપુર વિસ્તારના એનઆર એવન્યૂથી ધરપકડ કરવામાં આવી છે.
ભાજપ યુવા મોર્ચાના પર્યવેક્ષક અને હુગલી જિલ્લાના મહાસચિવ પામેલા ગોસ્વામીને કોલકાતાના ન્યૂ અલીપુર માંથી લાખો રુપિયાના કોકેન સાથે ધરપકડ કરવામાં આવી છે. નેતાની કારમાં મોટી સંખ્યામાં અવેધ ડ્રગ્સ મળી આવ્યું છે. ભાજપના નેતાને ન્યૂ અલીપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને પહેલા જ પામેલાના ડ્ર્ગ્સની લત વિશે જાણકારી હતી. તેની નજીકના સહયોગી અને ભાજપના નેતા પ્રબીર કુમાર ડેની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે ચેકિંગ દરમિયાન ન્યૂ અલિપુર રોડ પર તેની કાર રોકી અને તલાશી લેતા પામેલાની બેગ અને કારમાંથી 100 ગ્રામ કોકેન મળી આવ્યું હતું.
પકડવામાં આવેલા કોકેનની કિંમત બજારમાં લાખો રૂપિયાની આસપાસ છે. તેની સાથે એક કેંદ્રીય સુરક્ષાદળનો જવાન પણ હતો, જે તેની સુરક્ષામાં તૈનાત હતો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
