Chhattisgarh: નક્સલીઓ સાથે અથડામણ બાદ 21 જવાન લાપતા, પાંચ શહીદ, અમિત શાહે કહ્યું- બહાદુર જવાનોના બલિદાનને દેશ નહીં ભૂલે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh)માં માઓવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને હું નમન કરું છું. દેશ તેમની બહાદુરી નહીં ભૂલે. શહીદ જવાનોના પરિવાર સાથે મારી સંવેદના છે. આપણે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સાથે લડત ચાલુ રાખીશું.
રાયપુર: છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા (Sukma-Bijapur) જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ 21 જવાનો ગુમ થવાના સમાચાર છે. શનિવારે, લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી અથડામણમાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને અન્ય 12 ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દૂખ વ્યક્ત કરતા કહ્યું કે, જવાનોના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે.
અમિત શાહે (Amit shah) કહ્યું કે, છત્તીસગઢ (Chhattisgarh)માં માઓવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને હું નમન કરું છું. દેશ તેમની બહાદુરી નહીં ભૂલે. શહીદ જવાનોના પરિવાર સાથે મારી સંવેદના છે. આપણે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સાથે લડત ચાલુ રાખીશું.
પોલીસ અધિકારીઓ અનુસાર, સુરક્ષા દળોએ સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ બહાર કાઢ્યો છે. રાજ્યના નક્સલ વિરોધી ઓપરેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ ઓ.પી. પાલે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના પાંચ જવાન શહીદ થયા છે અને અન્ય 12 સૈનિકો ઘાયલ થયા છે. પાલે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બીજપુર અને સુકમા જિલ્લાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયન, ડી.આર.જી. અને એસ.ટી.એફ.ની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહીમાં રવાના કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, નક્સલ વિરોધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના તર્રેમ, ઉસૂર અને પામેડ અને સુકમા જિલ્લાના મિનાપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાન સામેલ હતા. છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે, બપોરે 12 વાગ્યે, બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જોગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોનાગુડા ગામ નજીક નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ ત્રણ કલાકથી વધુ ચાલી હતી.
PM મોદીએ વ્યક્ત કર્યું દુખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નક્સલીઓ સાથે થયેલી અથડામણાં સુરક્ષાકર્મીઓના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓના બલિદાનને ક્યારેય નહીં ભૂલાઈ. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે, મારી સંવેદનાઓ છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે છે. વીર શહીદોના બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકાય. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.