શોધખોળ કરો

Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત

જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 5 ઓગસ્ટ, 2022 ના રોજ મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આયોજિત આંદોલન, સામાન્ય જનતાની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

Mehengai Pe Halla Bol Rally: વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટે કોંગ્રેસના પ્રદર્શનને "કાળો જાદુ" ગણાવ્યા બાદ કોંગ્રેસ મોંઘવારી મુદ્દે બીજી મોટી રેલી યોજવા જઈ રહી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે મોંઘવારી સામે મોટી રેલીની જાહેરાત કરતા એ પણ માહિતી આપી છે કે 17 થી 23 ઓગસ્ટ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોની મંડીઓ, છૂટક બજારો અને અન્ય સ્થળોએ 'મોંઘવારી ચૌપાલ'નું આયોજન કરવામાં આવશે.

જયરામ રમેશનું નિવેદન

માહિતી આપતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 5 ઓગસ્ટ, 2022 ના રોજ મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આયોજિત આંદોલન, સામાન્ય જનતાની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રવ્યાપી ન્યાયી વિરોધને 'કાળા જાદુ' તરીકે કલંકિત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભયાવહ પ્રયાસ ભાજપ સરકારની ભયંકર રીતે વધતી જતી કિંમતો અને બેરોજગારીને નિયંત્રિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળતાને કારણે ઊભી થતી અસુરક્ષાની ભાવનાને છતી કરે છે."

પાર્ટી મોંઘવારી ચૌપાલનું આયોજન કરશે

રમેશે વધુમાં જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી આ લડાઈને આગામી સપ્તાહોમાં વધતી મોંઘવારી અને બેરોજગારી સામે શ્રેણીબદ્ધ વિરોધના રૂપમાં આગળ લઈ જશે. અને અન્ય સ્થળોએ પરસ્પર પરામર્શ માટે 'મોંઘવારી ચૌપાલ'નું આયોજન કરશે. 28 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી' યોજાશે. આ રેલીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે. તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે કોંગ્રેસ સમિતિઓ એક સાથે રાજ્યમાં 'મહંગાઈ પે હલ્લા બોલ-દિલ્લી ચલો' કાર્યક્રમનું આયોજન કરશે.

જાહેર મિલકતો મૂડીવાદીઓને સોંપવામાં આવી રહી છે

પોતાના નિવેદનમાં જયરામ રમેશે મોદી સરકારની નીતિઓ વિશે જણાવ્યું હતું કે, "ભારતના લોકો મોદી સરકારના આર્થિક ગેરવહીવટનો માર સહન કરી રહ્યા છે. દહીં, છાશ, પેકેજ્ડ ફૂડ, અનાજ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ઊંચા ટેક્સને કારણે મોંઘવારી વધી રહી છે.

જ્યારે સાર્વજનિક મિલકતો મિત્ર મૂડીવાદીઓને સોંપવામાં આવી રહી છે. આ સાથે દિશાવિહીન અગ્નિપથ યોજના શરૂ થવાથી રોજગારીની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ જનવિરોધી નીતિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખશે અને ભાજપ સરકાર પર તેની ખોટી નીતિઓ બદલવા માટે દબાણ વધારશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?

Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ

Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત

Embed widget