શોધખોળ કરો
Advertisement
Corona Effect: મહારાષ્ટ્ર પણ તેલંગાણાના રસ્તે, CM, MLA અને અધિકારીના પગારમાં થશે ઘટાડો
રાજ્ય સરકારના ફેંસલા મુજબ, મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોના પગારમાં 60 ટકા ઘટાડો થશે.
મુંબઈઃ દેશમાં ધીમે ધીમે કોરોના વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં 1400થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહામારીના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મોટો ફેંસલો લીધો છે. રાજ્યના મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્યો અને અન્ય સરકારી કર્મચારીના માર્ચ પગારમાં ઘટાડો કરવામાં આવશે. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે ત્યારે રાજ્ય સરકારના આ ફેંસલા અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ જાણકારી આપી હતી.
રાજ્ય સરકારના ફેંસલા મુજબ, મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોના પગારમાં 60 ટકા ઘટાડો થશે. એ અને બી શ્રેણીના કર્મચારીઓના પગારમાં 50 ટકા, સી શ્રેણીના કર્માચારીના પગારમાં 25 ટકા ઘટાડો કરવાશે. સરકારે ડી ક્લાસના કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો કર્યો નથી.
મહારાષ્ટ્રમાં કોરનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200થી વધારે છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના મામલામાં વધારો થયો છે. મુંબઈ અને પુણેમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર પહેલા તેલંગાણા સરકારે પણ સરકારી અધિકારી અને કર્મચારીઓ સહિત તમામ લોકોના પગારમાં 75 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણામાં મુખ્યમંત્રી, મંત્રી, એમએલસી, ધારાસભ્ય, સ્ટેટ કોર્પોરેશન ચેરપર્સન અને લોકલ પ્રતિનિધિતના પગારમાં 75 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જ્યારે આઈએએસ, આઈપીએસ, આઈએફએક અને મોટા અધિકારીઓનો પગાર 60 ટકા સુધી ઘટાડવામાં આવશે. ઉપરાંત તમામ અધિકારીઓનો પગાર 50 ટકા સુધી અને ક્લાસ-4 શ્રેણીના કર્મચારીઓના પગારમાં 10 ટકાનો કાપ મુકવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement