Diwali Celebration: આ રાજ્યના 7 ગામડાંઓ સાઇલેન્ટલી મનાવે છે દિવાળીનો તહેવાર, કારણ જાણીને ચોંકી જશો
દેશભરમાં અત્યારે દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. ગઈકાલે એટલે કે રવિવાર (12 નવેમ્બર)ના રોજ દેશ અને દુનિયામાં દિવાળીના તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
Happy Diwali 2023: દેશભરમાં અત્યારે દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. ગઈકાલે એટલે કે રવિવાર (12 નવેમ્બર)ના રોજ દેશ અને દુનિયામાં દિવાળીના તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે લોકોએ દીવા પ્રગટાવીને, મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. વળી, તમિલનાડુ રાજ્યમાં 7 ગામો એવા છે કે જેમણે કોઈપણ અવાજ વિના એકદમ સાયલન્ટલી માત્ર દીવા પ્રગટાવીને દિવાળીના આ તહેવારની ઉજવણી કરી છે.
ખરેખરમાં, તમિલનાડુના ઇરોડ જિલ્લાના સાત ગામોમાં આ તહેવાર એકદમ સાયલન્ટલી અને માત્ર લાઇટો સાથે ઉજવવામાં આવ્યો હતો અને નજીકના પક્ષી અભયારણ્યમાં પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા. આ ગામો ઈરોડથી 10 કિમી દૂર વડામુગમ વેલોડેની આસપાસ આવેલા છે, જ્યાં પક્ષી અભયારણ્ય છે. આ વર્ષે પણ સેલપ્પમપલયમ, વદમુગમ વેલોડે, સેમમંડપલયમ, કારુકંકટ્ટુ વલસુ, પુંગમપાડી અને અન્ય બે ગામોએ 'સાયલન્ટ' દિવાળીની આદરણીય પરંપરા જાળવી રાખી હતી.
22 વર્ષોથી ચાલી આવે છે સાયલન્ટ દિવાળીની પરંપરા
તેઓ છેલ્લા 22 વર્ષથી દિવાળી પર ફટાકડા ન ફોડીને સંરક્ષણના આ અભિગમને અનુસરી રહ્યા છે. પક્ષીઓની હજારો સ્થાનિક પ્રજાતિઓ અને અન્ય વિસ્તારોમાંથી સ્થળાંતર કરનારા પક્ષીઓ ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે ઇંડા મૂકવા અને બહાર કાઢવા માટે અભયારણ્યની મુલાકાત લે છે.
દિવાળી સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવતી હોવાથી પક્ષી અભ્યારણ્યની આસપાસ રહેતા 900 થી વધુ પરિવારોએ પક્ષીઓના રક્ષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ના ફોડવાનું નક્કી કર્યું કારણ કે મોટા અવાજ અને પ્રદૂષણને કારણે પક્ષીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. .
શું કહે છે ગ્રામજનો ?
આ ગામડાઓમાં રહેતા લોકોનું કહેવું છે કે દિવાળી દરમિયાન તેઓ તેમના બાળકો માટે નવા કપડાં ખરીદે છે, દીવા પ્રગટાવે છે અને પક્ષીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ફટાકડા ફોડવા નહીં અને તેઓ ફટાકડા ફોડવા નથી દેતા.
દિવાળીના દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ લાગી આગ
રાજ્યમાં દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ફટાકડાના ને કારણે અનેક જગ્યાએ આગના બનાવ બન્યા છે. દિવાળીના દિવસે આગ લાગવાના બનાવ વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં ફાયર ઇમરજન્સીને આગના 136 કોલ મળ્યા છે. જો કે મોટા ભાગના કોલ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના મળ્યા હતા. તો વડોદરામાં પણ દિવાળીના દિવસે આગના બનાવ વધ્યા છે. ફાયર વિભાગને આગના 32 કોલ મળ્યા જેમાં 29 કેસમાં કચરામાં લાગ લાગી. જ્યારે એક મકાનમાં અને એક બંધ દુકાનમાં આગ લાગી હતી. તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા મારુતિ આશ્રમમાં મંડપના સામાનમાં આગ લાગી હતી. મારુતિ આશ્રમ ની બાજુમાંથી પસાર થતી ગેસની લાઈનમાં આગ લાગવાના કારણે આગ આશ્રમના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.
તો રાજકોટમાં પણ જૂના એયરપોર્ટમાં આગની ઘટના બની. ઘાસમાં અચાનક આગ લાગી. જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પણ ફટાકડાના કારણે આગ લાગી હતી. પોલીસ હેડ ક્વોર્ટર નજીક પોલીસની કારમાં આગ લાગી હતી. સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર કાંટાના કારખાનામાં લાગી આગ હતી. વહેલી સવારે એસ આર પેટ્રોલ પંપ ની સામે આવેલ કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈ સાવરકુંડલા ફાયર વિભાગ અને અમરેલી ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. કારખાનામાં રહેલા પુઠાના બોક્સ બળીને ખાખ થયા હતા. તપાસ બાદ નુકસાનીનો અંદાજ મળી શકશે. એકાદ કલાકની જહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
અમદાવાદમાં સુરધારા સર્કલ નજીક આગની ઘટના બની હતી. મેપલ ટ્રી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. બીજા માળે લાગી હતી. મકાનમાં ફસાયેલા 3 લોકોનુ રેસ્ક્યુ કરાયુ હતું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
જામનગરમાં આગ
જામનગરમાં જામજોધપુરનાં આઝાદ ચોક વિસ્તારમાં પ્લાસ્ટિકનાં માલ સામાનનાં ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફટાકડાનો તણખો ઊડતાં આગ લાગી હોવાનું અનુમાન છે. ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિક નો તમામ માલ સામાન બળી ને ખાખ થઈ ગયો છે. જામજોધપુર અને ઉપલેટાના ફાયર બ્રગેડ દ્વાર આગ કાબૂમાં લેવાઈ છે. લાખો રૂપિયા નાં નુકસાન થયું હોવાની સંભાવના છે.