ભારતને મળી શકે છે, જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ કોરોના વેક્સિન, કેન્દ્ર સરકારનો આ છે પ્લાન
Johnson & Johnson COVID-19 Vaccine: હાલ દેશમાં 4 કોરોના વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. જેમાં કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી અને મોર્ડના વેક્સિન સામેલ છે.
Johnson & Johnson COVID-19 Vaccine: હાલ દેશમાં 4 કોરોના વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. જેમાં કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી અને મોર્ડના વેક્સિન સામેલ છે.
ભારત સરકાર અમેરિકી ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન સાથે તેમની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને લઇને વાતચીત કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની શુક્રવારે થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સ્વાસ્થ્ય સદસ્ય ડોક્ટર વીકે પાલે જાણકારી આપી છે.
ડોક્ટર વી કે, પોલ જણાવ્યું કે, જોનસન એન્ડ જોનસલની વેક્સિનનું ઉત્પાદન બહાર થાય છે. તેમણે કહ્યું કે, સરકારના પ્લાન મુજબ આ વેક્સિનનું ઉત્પાદન હૈદરબાદની બાયોઇમાં પણ કરાશે. હાલ દેશમાં 4 કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. કોવેક્સિન, કોવિશીલ્ડ, મોર્ડના અને સ્પુતનિક સામેલ છે.
સબ્જેક્ટ એક્સપર્ટ કમેટી કરી રહી છે મુલ્યાંકન
ડોક્ટર વીકે પાલે કહ્યું કે, ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન જાયકોવ-ડીની એપ્લિકેશન હાલ ડીસીજીઆઇ પાસે છે. તેમણે કહ્યું કે, તેમને લઇને સબ્જેક્ટ એક્સપર્ટ કમેટી દ્રારા મૂલ્યાકનની પ્રક્રિયા ચાલી રહી છે. અમે સકારાત્મક પ્રતિક્રિયાની ઉમ્મીદ કરીએ છીએ. એ એક ગર્વની પલ હશે. કારણ કે આ ખાસ ટેકનિક છે. જેનાથી વેક્સિનેશન પ્રોગ્રામને આગળ વધારવમાં મદદ મળશે.
ડોક્ટર પોલે કહ્યું કે, જો આ વેક્સિન બધા જ સાયન્ટિફિક પેરામીટર પર ખરી ઉતરશે તો વેક્સિનેશન કાર્યક્રમને વધુ ગતિ મળશે. અમે તેની રાહ જોઈ રહ્યાં છીએ. કિંમત વિશે નહી જાણવ્યું તે તેનાથી જ જાણવાની રહેશે. ઉલ્લેખનિય છે કે, આ વેક્સનન ત્રણ ડોઝવાળી હશે. આ વેક્સન વયસ્કોની સાથે 12થી 18 વર્ષના બાળકોને પણ લાગી શકે છે. કંપનીએ લગભગ 18 હજાર લોકો પર ટ્રાયલ પુરી કર્યાં બાદ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલે કે ઇમરજન્સી ઉપયોગની મંજૂરીને લઇને ડીસીજીઆઇને આવેદન આપ્યું છે.