કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ: 5 લોકોના મોત બાદ ફ્લાઇટ બંધ, અફઘાનિસ્તામાં ફસાયા ભારતીયો
કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, 5 લોકોના થયા મોત, અફરાતફરીનો માહોલ છવાયો
![કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ: 5 લોકોના મોત બાદ ફ્લાઇટ બંધ, અફઘાનિસ્તામાં ફસાયા ભારતીયો Firing at Kabul Airport Flights banned after 5 deaths shock to Indians trapped there કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ: 5 લોકોના મોત બાદ ફ્લાઇટ બંધ, અફઘાનિસ્તામાં ફસાયા ભારતીયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/24e39aef195e6440c6be256ef75552e9_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની ચિતામાં વધારો થયો છે. કાબુલ એરપોર્ટ પણ ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. ભારે ભીડના કારણે અહીં અફરાતફરીનો માહોલ છવાયો છે. આ બધા જ વચ્ચે ફાયરિંગની ખબરે ચિંતા વધારી છે.
કાબુલ એરપોર્ટ પર ફાયરિંગની ઘટના બાદ કાબુલથી કોમર્શિયલ ફ્લાઇટને રોકી દેવાઇ છે. જેના પગલે ભારતથી આવતી અને ભારત જતી કાબુલની ફ્લાઇટ પર પણ રોક લાગી ગઇ છે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાથી નીકળવાની ભારતીયોની આશા નિરાશામાં ફેરવાઇ ગઇ છે. સોમવારે 12.30 વાગ્યે એર ઇન્ડિયાનું એક વિમાન દિલ્લીથી કાબુલ જવાનું હતુ જે રદ્દ થઇ ગયું છે.
અફઘાનિસ્તાનમાં હાલ એરસ્પેસને બંધ કરી દેવાઇ છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી અપીલ કરવામાં આવી છે કે, લોકો એરપોર્ટ તરફ ન આવે, રોયટર્સની રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ પર અમેરિકાના સૈનિકો તરફથી હવાઇ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. કદાચ આ નાસભાગને કારણે પણ 5 લોકોના મોત થઇ ગયા હોય
રવિવારે જ અમેરિકાએ કહ્યું હતું કે, કાબુલ એરપોર્ટ પર 6000 અમેરિકા સૈનિક સુરક્ષા માટે તૈનાત રહેશે અને લોકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરશે. જો કે પરિસ્થિતિ હાલ બેકાબૂ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના દરેક દેશ હાલ તેના નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાની કવાયતમાં છે. હવે એરપોર્ટ બંધ થતા અને ઉડાન ઠપ્પ થઇ જતાં આ દેશોની ચિંતામાં વઘારો થયો છે.
ઉલ્લેખનિય છે કે, ભારત દેશ જ્યારે 75મો 15મી ઓગસ્ટના ઉત્સવને મનાવી રહ્યું હતું તે સમયે અફઘાનિસ્તાની રાજધાની કાબૂલને તાલિબાને ઘેરી લીધું હતું. અફઘાનિસ્તાનના નેતાઓએ તાલિબાન સાથે બારોબાર સમાધાન કરી લીધું અને સેનાના લડવાની પણ મનાઇ ફરમાવી દેતા આખરે રાતોરાતો તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. તાલિબાનના શાસનથી ભયભિત લોકો પાડોશી દેશોમાં પલાયન કરવા લાગ્યાં. જેના કારણે એરપોર્ટમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ. જેના નિયંત્રિત કરવા હવાઇ ફાયરિંગ કરાયું હતું અને તેના કારણે નાસભાગ મચી જતાં 5 લોકોના મોત થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)