J&K Elections 2024:ભાજપે છઠ્ઠી યાદી કરી જાહેર, 10માંથી 5 મુસ્લિમ ઉમેદવારની પસંદગી
ભાજપે જાહેર કરેલી આ યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે 10માંથી પાંચ ઉમેદવારો મુસ્લિમ છે. સૌથી ચર્ચિત સીટ કઠુઆ છે, જ્યાંથી ભાજપે ડો. ભારત ભૂષણને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
![J&K Elections 2024:ભાજપે છઠ્ઠી યાદી કરી જાહેર, 10માંથી 5 મુસ્લિમ ઉમેદવારની પસંદગી for J&K Elections 2024 BJP announces sixth list, 5 out of 10 Muslim candidates selected J&K Elections 2024:ભાજપે છઠ્ઠી યાદી કરી જાહેર, 10માંથી 5 મુસ્લિમ ઉમેદવારની પસંદગી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/08/d3aa95efef1d7dafaff85683a46d8013172578236592881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
J&K Elections 2024: જમ્મુ અને કાશ્મીરમાં ટિકિટને લઈને પાર્ટીની અંદર ચાલી રહેલી તકરાર વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે (8 સપ્ટેમ્બર 2024) ના રોજ તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી પણ બહાર પાડી. આ યાદીમાં 10 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ પહેલા5 યાદી જાહેર કરી ચૂકી છે. જો કે દરેક યાદી બાદ પાર્ટીમાં અંદરોઅંદર નારાજગી જોવા મળી રહી છે. ટિકિટ ન મળવાથી નારાજ ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. વિરોધ પ્રદર્શનો સતત થઈ રહ્યા છે.
ભાજપે જાહેર કરેલી આ યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે 10માંથી પાંચ ઉમેદવારો મુસ્લિમ છે. સૌથી ચર્ચિત સીટ કઠુઆ છે, જ્યાંથી ભાજપે ડો. ભારત ભૂષણને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મુસ્લિમ ઉમેદવારોમાં પાર્ટીએ કરનાહ સીટથી મોહમ્મદ ઈદ્રીસ કર્નાહી, હંદવારા સીટથી ગુલામ મોહમ્મદ મીર, સોનાવારી સીટથી અબ્દુલ રશીદ ખાન, બાંદીપોરા સીટથી નાસીર અહેમદ લોન અને ગુરેઝ સીટથી ફકીર મોહમ્મદ ખાનને તક આપી છે.
વિધાનસભા મતવિસ્તાર અને 10 ઉમેદવારનું નામ
કરનાહ - મોહમ્મદ ઇદ્રીસ કર્નાહી
હંદવાડા – ગુલામ મોહમ્મદ મીર
સોનાવરી- અબ્દુલ રશિદ ખાન
બાંદીપોરા- નાસીર અહેમદ લોન
ગુરેજ- ફકીર મોહમ્મદ ખાન
કઠુઆ- ડો.ભારત ભૂષણ
ઉધમપુર પૂર્વ -આર.એસ.પઠાણીયા
બિશ્નાહ- રાજીવ ભગત
બાહુ- વિક્રમ રંધાવા
મઢ સુરિંદ ભગત
ત્રણ તબક્કામાં થશે મતદાન
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે 25 સપ્ટેમ્બરે મતદાન થશે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. પહેલા 4 ઓક્ટોબરે મતગણતરી થવાની હતી, પરંતુ હરિયાણામાં ચૂંટણીની તારીખોમાં ફેરફાર થયા બાદ મતગણતરી તારીખ પણ બદલાઈ ગઈ છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)