શોધખોળ કરો
Advertisement
ગુજરાતના દારૂના શોખીનો માટે સારા સમાચાર, દીવ-દમણમાં દારૂ અંગે લેવાયો શું મોટો નિર્ણય ?
દીવ અને દમણમાં પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ફરવાની છૂટ પહેલાં જ મળી ચૂકી છે.
દીવઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કોરોનાના કારણે બાર અને રેસ્ટોરંટ બંધ કરવાનો આદેશ અપાયો હતો. આ કારણે પ્રવાસીઓ નિરાશ હતા કેમ કે ગુજરાતથી ઘણા બધા પ્રવાસીઓ દીવ અને દમણ દારૂ પીવા જતા હોય છે. હવે આ દારૂના શોખીનો માટે સારા સમાચાર છે.
દીવ અને દમણના પ્રશાસને સવારે 10 થી રાત્રીના 10 સુધી બાર અને રેસ્ટોરન્ટ કોલવાની મંજૂરી આવતાં દારૂના શોખીનો હવે દીવમાં ફરવાની સાથે દારૂની મજા પણ માણી શકશે. દીવ અને દમણમાં પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ફરવાની છૂટ પહેલાં જ મળી ચૂકી છે.
હવે સહેલાણીઓને ફરવાની છૂટ સાથે દારૂ પીવા માટે બારમાં બેસવાની પણ છૂટ મળતાં પ્રવાસીઓની સંખ્યા વધશે એવી આશા છે. અલબત્ત દિવમા ચોકકસ નિતી નિયમો સાથે સવારે 10 થી રાત્રીના 10 સુધી બાર અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ અપાઈ છે. બાર અને રેસ્ટોરન્ટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement