Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election Results Row: કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ના પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા.
![Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં.... haryana-election-result-2024-congress-leader-met-election-commission-officers-pawan-khera-jairam-ramesh Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/09/318746753021f168bf3025ce9566c86e1728483593998397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress Leaders Meeting With EC: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જોયા બાદ કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. હંમેશની જેમ, પાર્ટીના નેતાઓએ ફરી એકવાર આ પરિણામો માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું અને ફરિયાદ પણ કરી. આ પછી બુધવારે (09 ઓક્ટોબર) કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા.
#WATCH | After meeting the ECI officials, Congress leader Pawan Khera says "Today, KC Venugopal, Ashok Gehlot, Jairam Ramesh, Ajay Maken, Bhupinder Singh Hooda and other party leaders met the officials of ECI. We told ECI about the 20 complaints of which 7 are in written… pic.twitter.com/e7FWrO0BkG
— ANI (@ANI) October 9, 2024
બેઠક બાદ કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, આજે કેસી વેણુગોપાલ, અશોક ગેહલોત, જયરામ રમેશ, અજય માકન, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને અન્ય પાર્ટીના નેતાઓ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા. અમે ચૂંટણી પંચને 20 ફરિયાદો વિશે જણાવ્યું હતું, જેમાંથી 7 ફરિયાદો 7 મતવિસ્તારમાંથી લેખિતમાં છે. અગાઉ, ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કોંગ્રેસના નેતાઓને મળવાનો સમય આપ્યો હતો અને ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવવા બદલ તેમની ટીકા પણ કરી હતી.
કેટલીક ફરિયાદો આપવામાં આવી છે, હજુ વધુ ફરિયાદો આપવાની બાકી છે
તેમણે આગળ કહ્યું, ગણતરીના દિવસે, કેટલાક મશીનો 99% ચાર્જ હતા અને અન્ય સામાન્ય મશીનો 60-70% પર હતા. અમે માગણી કરી હતી કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મશીનોને સીલ અને સુરક્ષિત રાખવામાં આવે. અમે ચૂંટણી પંચને એમ પણ કહ્યું હતું કે અમે બાકીની ફરિયાદો આગામી 48 કલાકમાં તેમની સમક્ષ રજૂ કરીશું.
કોંગ્રેસ નેતાએ કહ્યું, ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ દરેક મતવિસ્તારના રિટર્નિંગ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી આ બાબતની તપાસ કરશે અને અમને જવાબ આપશે. ફરિયાદો 20 વિધાનસભા મતવિસ્તારની હતી. અમે ફરિયાદોના દસ્તાવેજો સબમિટ કર્યા છે. આગામી 48 કલાકમાં 13 વધુ વિધાનસભા મતવિસ્તારોની ફરિયાદો ચૂંટણી પંચને સોંપવામાં આવશે.
તપાસ પછી ચૂંટણી પંચનો જવાબ જોઈએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને 7 વિધાનસભા મતવિસ્તારોના દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમનો પ્રતિભાવ હંમેશની જેમ સરસ સ્મિત સાથેનો રહ્યો, પરંતુ અમને બીજુ કઈ જોઈએ. 13 વધુ વિધાનસભા મતવિસ્તારો તરફથી ECIને કેટલીક ફરિયાદો આવી છે. મશીનોની બેટરી અંગે અમારા ઉમેદવારો દ્વારા સમસ્યાઓ દર્શાવવામાં આવી હતી અમે તપાસ બાદ ECI પાસેથી જવાબો માંગ્યા છે.
પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસ અને EVMમાં ભાજપ આગળ
તો બીજી તરફ, હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું, હરિયાણાના આ પરિણામો ચોંકાવનારા છે કારણ કે દરેકને લાગ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે. IB હોય, નિષ્ણાતો હોય, સર્વે રિપોર્ટ હોય, પરંતુ શું થયું કે જ્યારે બેલેટ મતગણતરી શરૂ થઈ, કોંગ્રેસ દરેક જગ્યાએ આગળ ચાલી રહી હતી,પરંતુ જ્યારે ઈવીએમની ગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ પાછળ રહી ગઈ હતી. અમને ઘણી ફરિયાદો મળી છે. ઘણી જગ્યાએ મત ગણતરીમાં વિલંબ થયો હતો. ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ તમામ ફરિયાદોની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો...
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)