દેશનાં ક્યાં રાજ્યોમાં લોકડાઉનના કારણે ઘટ્યા કોરોનાના કેસ ? ક્યાં રાજ્યોમાં લોકડાઉનની અસર નહીં ને વધ્યા કેસ ?
સતત ત્રીજા સપ્તાહે ઝારખંડમાં ટકાવાની દૃષ્ટિએ મોતનો આંકડો સૌથી વધારે આવ્યો છે. જોકે મોતની સંખ્યાનો વૃદ્ધિ દર 31 ટકા ઘટ્યો છે.
સમગ્ર દેશમાં હાલમાં કોરોના વાયરસનો કહેલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના રાજ્યોએ કોરોનાને કન્ટ્રોલમાં લેવા માટે સંપૂર્ણ લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લગાવ્યું છે. પણ સવાલ એછે કે શું લોકડાઉન લગાવવાથી ફાયદો થયો છે. સામાન્ય રીતે એવા રાજ્યો કે જ્યાં વધારે અને ગંભીર કેસ જોવા મળ્યા હતા. લોકડાઉનને કારણે પોઝિટિવ રેટ તો ઘટ્યા પણ સાથે સાથે ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. જોકે આમાં કેટલાક અપવાદ પણ છે.
આ મામલે લોકડાઉનના ગાળાને આધારે મુખ્ય રાજ્યો (જ્યાં સૌથી વધારે કેસ)ને ત્રણ ભાગમાં વહેંચી શકાય. જેમ કે 20 દિવસથી વધારે લોકડાઉન, 10-20 દિવસની વચ્ચે લોકડાઉન અને 10 દિવસથી ઓછું લોકડાઉન
પ્રથમ ભાગમાં 20 દિવસથી ઉપર લોકડાઉન હોય તેવા રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્ય પરદેશમાં પોઝિટિવીટ રેટમાં 7.3-8.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચોથું રાજ્ય પંજાબ છે જેણે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું નથી ત્યાં પોઝિટિવી રેટમાં વધારો જોવા મળ્યો છે.
તેવી જ રીતે બીજા ભાગમાં (10-20 દિવસનું લોકડાઉન)માં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પશ્ચિ બંગાળમાં કોરોના પોઝિટિવ રેટ ઘટ્યો છે, જ્યારે કર્ણાટકમાં તે 18.8 ટકાથી વધીને 31.8 ટકા તયો છે.
તેવી જ રીતે ત્રીજા ભાગમાં (10 દિવસ કરતાં ઓછું લોકડાઉન) લગાવ્યું હોય તેવા રાજ્યોમાં કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડમાં પોઝિટિવિટી રેટ વધ્યો છે.
બીજી બાજુ રાજસ્થાને 10 મેથી કડક લોકડાઉન લગાવ્યું છે ત્યાં પોજિટિવ રેટમાં ઘટાડો નોંધાયો છે. જોકે આ પહેલા રાજસ્થાનમાં ઘણાં લાંબા સમય સુધી આંશિક લોકડાઉન રહ્યું હતું.
જોકે આ બધામાં કોરોના ટેસ્ટ, ટ્રેસ, આઈસોલેશન પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે મહારાષ્ટ્રમાં કન્ટ્રોલ રૂમ્સ વિકેન્દ્રિત કરવામાં આવ્યા, કોમ્યુનિકેશનમાં સુધારો કરવામાં આવ્યો અને સાથે જ મુંબઈ અને પુણે જેવા હોટસ્પોટ વિસ્તારમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા.
મોતનો આંકડો વધ્યો
સતત ત્રીજા સપ્તાહે ઝારખંડમાં ટકાવાની દૃષ્ટિએ મોતનો આંકડો સૌથી વધારે આવ્યો છે. જોકે મોતની સંખ્યાનો વૃદ્ધિ દર 31 ટકા ઘટ્યો છે. એક સપ્તાહમાં 3484 મોત સાથે કર્ણાટકમાં પખાવાડિયા પહેલા કરતાં ત્રણ ગણા મોત વધ્યા છે. જ્યારે ઉડિપી જિલ્લામાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 6 લોકોના મોત થયા હતા જ્યારે છેલ્લા બે સપ્તાહમાં જ 46 લોકોના મોત થયા.
જ્યારે હરિયાણામાં છેલ્લા બે સપ્તાહમાં 359 લોકોના મોત થયા છે. જેમાં પલવલ અને રોહતકમાં આ સપ્તાહે મોતનો આંકડો 5 ગણો અને 6 ગણો વધ્યો છે. બીજી બાજુ મહેનદ્રગરમાં કોરોના આવ્યો ત્યારથી લઈને એપ્રિલ સુધીમાં 22 મોત થયા હતા જ્યારે એકલા મે મહિનામાં જ 56 લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર અને દિલ્હી જ્યાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે ત્યાં મોતનો આંકડો હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે જ્યારે કર્માટક અને તમિલનાડુમાં મોતનો આંકડો વધ્યો છે.