India-China Border Dispute: આખું લદ્દાખ જાણે છે, ચીને આપણી જમીન હડપ કરી, પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ: રાહુલ ગાંધી
China New Map Controversy: ચીને તાજેતરમાં એક નકશો જાહેર કર્યો છે, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેનો હિસ્સો જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આ નકશા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
India-China Border Dispute: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીનના નવા નકશા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે "હું વર્ષોથી કહેતો આવ્યો છું કે વડા પ્રધાને જે કહ્યું છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગુમાવી નથી, તે ખોટું છે. લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે."
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "નકશાનો મામલો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેઓ (ચીન) જમીન લઈ ચૂક્યા છે. વડાપ્રધાને તેના વિશે પણ કંઈક કહેવું જોઈએ."
શું છે ચીનનો દાવો?
ચીને 28 ઓગસ્ટના રોજ તેના માનક નકશાની 2023 આવૃત્તિ બહાર પાડી. આમાં ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેમનો પ્રદેશ ગણાવ્યો છે. આ સાથે તાઈવાન અને દક્ષિણ ચીન સાગર પરના દાવા સહિતના અન્ય ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય ક્ષેત્ર પર ચીનના દાવા સામે ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે "અમે ચીનના કહેવાતા પ્રમાણભૂત નકશા પર રાજદ્વારી ચેનલો દ્વારા વિરોધ નોંધાવ્યો છે, જે ભારતના ક્ષેત્રનો દાવો કરે છે. અમે આ દાવાઓને નકારી કાઢીએ છીએ કારણ કે તેમનો કોઈ આધાર નથી." આવા પગલાં ચીની પક્ષ દ્વારા સીમા પ્રશ્નનું નિરાકરણ માત્ર જટિલ બનાવશે.
#WATCH | Delhi | While leaving for Karnataka, Congress MP Rahul Gandhi speaks on China government's '2023 Edition of the standard map of China'; says, "I have been saying for years that what the PM said, that not one inch of land was lost in Ladakh, is a lie. The entire Ladakh… pic.twitter.com/NvBg0uhNY1
— ANI (@ANI) August 30, 2023
જયશંકરે કહ્યું- ચીનને વાહિયાત દાવા કરવાની આદત છે
આ મામલે ભારતના વિદેશ મંત્રી જયશંકરે એનડીટીવીને જણાવ્યું કે ચીનને એવા પ્રદેશો પર દાવો કરવાની જૂની આદત છે જે તેનો નથી. ભારતના કેટલાક ભાગો સાથેનો નકશો જાહેર કરવાથી કંઈપણ બદલાશે નહીં. અમારી સરકાર આ અંગે સ્પષ્ટ છે. વાહિયાત દાવા કરવાથી બીજાનો વિસ્તાર તમારો બની જતો નથી.