Full Dress Rehearsal: ભારતીય વાયુસેનાનુ આજે ચંદીગઢમાં ફૂલ ડ્રેસ રિહર્સલ, પહેલીવાર દિલ્હીની બહાર થશે પ્રેક્ટિસ
એરફોર્સ ડે ના પ્રસંગે વાયુસેનાના 83 એરકાર્ફ્ટ પોતાનો જલવો બતાવશે, આ દરમિયાન 9 એરક્રાફ્ટને સ્ટેન્ડ બાય પર પણ રાખવામાં આવશે.
Full Dress Rehearsal: ભારતીય વાયુસેનાનુ ફૂલ ડ્રેસ રિહર્સલ આ વખતે દિલ્હી-એનસીઆરમાં ના થઇને પહેલીવાર ચંદીગઢ શહેરમાં થશે. આ રિહર્સલ આજે થવાનુ છે. ચંદીગઢ એરફોર્સ સ્ટેશન પર સવારના સમયે પરેડ થશે, ત્યારબાદ બપોરે ફ્લાય પાસ્ટ સુકના લેક પર રિહર્સલ થશે, ખરેખરમાં, 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાને 90 વર્ષ થવા જઇ રહ્યું છે, જેને લઇને રિહર્સલ થશે.
એરફોર્સ ડે ના પ્રસંગે વાયુસેનાના 83 એરકાર્ફ્ટ પોતાનો જલવો બતાવશે, આ દરમિયાન 9 એરક્રાફ્ટને સ્ટેન્ડ બાય પર પણ રાખવામાં આવશે. આ 83 એરકાર્ફ્ટમાંથી 44 ફાઇટર એરક્રાફ્ટ, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 20 હેલિકૉપ્ટર સહિત 7 વિન્ટેજ એરક્રાફ્ટ સામેલ છે. વળી, સુકના લેકની ઉપર રાફેલથી લઇને સુખોઇ, મિગ-29, હૉક અને જગુઆર પણ જલવો બતાવતા દેખાશે.
ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ થશે સામેલ -
આ વખતે જે ખાસ વાત રહેશે તે છે વાયુસેનામાં સામેલ થયેલા લાઇટ કૉમ્બેટ હેલિકૉપ્ટર પણ શૉમાંદેખાશે. સાથે જ 130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, સારંગ સહિત અપાચે પણ ફ્લાય કરતા દેખાશે. ઉલ્લેખનીય છે કે, 8 ઓક્ટોબરે થનારા એર શૉમાં અતિથિ તરીકે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સામેલ થશે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાઓના પ્રમુખ સહિત કેટલાય પાડોશી રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને કેટલાય મોટા અધિકારીઓ આમાં ભાગ લેશે.
4 હજાર પોલીસકર્મી શહેરમાં રહેશે તૈનાત -
એર શૉના દિવસે ચંદીગઢ શહેરમાં કુલ 4 હજાર પોલીસકર્મી તૈનાત રહેશે, સાથે જ 12 સીઆરપીએફની ટુકડીઓ પણ અલગ અલગ સ્થાનો પર હશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, ડ્રૉનની મદદથી નજર રાખવામાં આવશે.
આવતા વર્ષે મહિલા અગ્નિવીરોની ભરતી થશે, ડિસેમ્બરમાં 3000 અગ્નિવીર વાયુને IAFમાં સામેલ કરવામાં આવશે- એર ચીફ
Indian Air Force: એરફોર્સ ડે પહેલા એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ એરફોર્સ દ્વારા મોટી જાહેરાત કરી છે. એર ચીફે કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ 'એર વોરિયર'ની ભરતીને સુવ્યવસ્થિત કરવામાં આવી છે. આ વર્ષે ડિસેમ્બરમાં 3,000 અગ્નિવીર વાયુને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. તેમજ આગામી વર્ષ માટે મહિલા અગ્નિવીરોની ભરતી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
વાયુસેનાના વડાએ કહ્યું કે LAC (Line of Control) ને અડીને આવેલા વિસ્તારોમાંથી જિસએંગેજમેન્ટ કરવામાં આવ્યું છે. ચીની વાયુસેનાની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રડાર અને એર ડિફેન્સ નેટવર્કની હાજરીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ યોગ્ય સમયે એસ્કેલેટર સિવાયના પગલાં લેવામાં આવ્યા છે.