Jeremy Lalrinnung Wins Gold: ભારતને વેટલિફ્ટિંગમાં વધુ એક ગોલ્ડ, લાલરિનુંગાએ બનાવ્યો રેકોર્ડ
કોમનવેલ્થ ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે. ભારત માટે વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમી ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે. ભારત માટે વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમી ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે. તેણે સ્નેચ કિગ્રામાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે સ્નેચ એન્ડ જર્કમાં 165 કિલોગ્રામ વજન ઉપાડવામાં આવ્યું છે.
#CommonwealthGames2022 | Indian weightlifter Jeremy Lalrinnunga wins Gold in Men's 67kg finals. This is India's second gold in Birmingham pic.twitter.com/Q8TAKxyGVM
— ANI (@ANI) July 31, 2022
ભારતના યુવા વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થમાં 67 કિલો વર્ગમાં આ ગોલ્ડ કબજે કર્યો છે. તેણે સ્નેચમાં સૌથી વધુ 140 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન ઉઠાવી ઈતિહાસ રચી દીધો. તેણે ગેમ રેકોર્ડ કુલ 300 કિલોગ્રામ વજન ઉઠાવ્યો. આ રીતે વેઇટલિફ્ટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ મળ્યો છે. આ પહેલા શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોવર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલ જેરેમી પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતર્યો અને તેણે પહેલી બાજીમાં ઈતિહાસ રચી દીધો. તેણે સ્નેચમાં પ્રથમ અટેમ્પ્ટમાં 136 કિલો ઉઠાવ્યો, જ્યારે બીજા પ્રયાસમાં 140 કિલો વજન ઉઠાવી રેકોર્ડ બનાવ્યો હતો. આ તેનો ગેમ રેકોર્ડ રહ્યો, જ્યારે ત્રીજા પ્રયાસમાં તે 143 કિલોગ્રામ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો.
ગુરુરાજ પૂજારીએ 61 kg કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ
ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 kg વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
ગુરુરાજ પૂજારીએ 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. પૂજારી સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ભારતને બીજા દિવસે ત્રણ મેડલ મળી ચુક્યા છે
મીરાબાઈ ચાનુ અને ગુરુરાજ પૂજારી પહેલા, ભારતના યુવા લિફ્ટર સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો 21 વર્ષીય સરગર ગોલ્ડ મેડલ જીતવા જઈ રહ્યો હતો પરંતુ ક્લીન એન્ડ જર્કમાં બે નિષ્ફળ પ્રયાસો બાદ તે એક કિલોથી ચૂકી ગયો.