શોધખોળ કરો

જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

બંગાળના જલપાઈગુડીમાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ અકસ્માતમાં 15 લોકોના મોત થયાની સત્તાવાર જાણકારી મળી છે.

Kanchanjungha Express Accident: જલપાઈગુડી ટ્રેન અકસ્માત: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જેમાંથી 3 રેલવે કર્મચારી છે, જ્યારે 5 મુસાફરો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ 15 લોકોના મોતની માહિતી આપી છે. અકસ્માતમાં 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને 50 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે પીએમઓએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું  બંગાળમાં રેલ દુર્ઘટના દુઃખદ છે

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

આ અકસ્માત પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે થયો હતો. અહીં એક માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ 30 કિમી દૂર ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

અગાઉ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું હતું કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે ઝોનમાં થઈ છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ

Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કાંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, ઘણા ડબ્બા પાટા પરથી ઉતર્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget