શોધખોળ કરો
અજય કુમારે ઝારખંડ કોગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
અજય કુમારે તાજેતરમાં રાંચી સ્થિત પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમાં થયેલા વિવાદનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો

નવી દિલ્હીઃ ઝારખંડ પ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ પદ પરથી અજય કુમારે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું છે. પોતાના પત્રમાં પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની હાર માટે જવાબદાર કેટલાક વરિષ્ઠ નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે લખ્યું કે, સુબોધકાંત સહાય, પ્રદીપ બલમુચુ, ચંદ્રશેખર દુબે અને ફુરકાન અંસારી જેવા નેતા પાર્ટીના હિતથી વધુ વ્યક્તિગત લાભ માટે કામ કરી રહ્યા છે.
અજય કુમારે તાજેતરમાં રાંચી સ્થિત પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમાં થયેલા વિવાદનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને સુબોધકાંત સહાય પર નિશાન સાધ્યુ હતું. તેમણે લખ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં આ નેતા પોતાના અને પોતાના પરિવારજનો માટે બેઠકો માંગી રહ્યા હતા.
નોંધનીય છે કે ગત એક ઓગસ્ટના રોજ પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમાં સુબોધકાંત સહાય અને અજય કુમારના સમર્થકો વચ્ચે મારપીટ થઇ હતી. ત્યારબાદ રાજ્યના 20 મોટા નેતાઓ દિલ્હી બોલાવ્યા હતા. 3 ઓગસ્ટના રોજ દિલ્હી સ્થિત કોગ્રેસ હેડઓફિસમાં ઝારખંડના આ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી આરપીએન સિંહે સ્પષ્ટ કર્યુહતું કે, અનુશાસનહિનતા કોઇ પણ પ્રકારે સહન કરવામાં આવશે નહીં. સંગઠન મહાસચિવ વેણુગોપાલે પણ સલાહ આપી હતી કે કોઇ પણ મોટો નેતા પાર્ટી લાઇનથી વિરુદ્ધ નિવેદન આપશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
