શોધખોળ કરો
કાશ્મીરઃ બુરહાન વાનીને ઠાર મારનારા IPS અધિકારીને મળ્યો રાષ્ટ્રપતિ વીરતા મેડલ
એન્કાઉન્ટરમાં બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો તે ટીમને અબ્દુલ જબ્બાર લીડ કરી રહ્યા હતા.
![કાશ્મીરઃ બુરહાન વાનીને ઠાર મારનારા IPS અધિકારીને મળ્યો રાષ્ટ્રપતિ વીરતા મેડલ Kashmir Police officer receives President's Gallantry award for Burhan Wani encounter કાશ્મીરઃ બુરહાન વાનીને ઠાર મારનારા IPS અધિકારીને મળ્યો રાષ્ટ્રપતિ વીરતા મેડલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/26163544/2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કાશ્મીરઃ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાનીને ઠાર મારનારા ભારતીય પોલીસ સર્વિસના અધિકારી અબ્દુલ જબ્બારને રાષ્ટ્રપતિ વીરતા મેડલ મળ્યો છે. જે એન્કાઉન્ટરમાં બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો તે ટીમને અબ્દુલ જબ્બાર લીડ કરી રહ્યા હતા.
એક ગુપ્ત જાણકારી મળ્યા બાદ અબ્દુલ જબ્બાર એક પોલીસ ટીમને લઇ ઓપરેશનમાં નીકળ્યા હતા અને હિઝબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીને અથડામણમાં ઠાર માર્યો હતો. તે સમયે અબ્દુલ જબ્બાર અનંતનાગના એસએસપીના પદ પર તૈનાત હતા. બુરહાન વાનીને પોલીસે છ જૂલાઇ 2016માં એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
વાનીને ઠાર માર્યા બાદ કાશ્મીર ઘાટીમાં સાત મહિનાથી વધુ સમય સુધી સ્થિતિ ખરાબ રહી હતી. પોલીસ ડીઆઇજી નીતિશ કુમાર અને એસએસપી અબ્દુલ જબ્બારને ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે અન્ય સ્થળે મોકલી દેવાયા. અબ્દુલ જબ્બારને ઔરંગાબાદના હાજીપુર મોકલી દેવાયા હતા રાષ્ટ્રપતિ તરફથી આવનાર આ પોલીસ મેડલ સર્વોચ્ચ પોલીસ મેડલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)