શોધખોળ કરો
Advertisement
Delhi Election Result:જીતની હેટ્રીક બાદ કેજરીવાલ ક્યારે લઈ શકે છે શપથ, જાણો
પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાનદાર જીત મેળવી છે. આ પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. હવે તમામ લોકોની નજર અરવિંદ કેજરીવાલનાં શપશગ્રહણ સમારોહ પર છે.
અરવિંદ કેજરીવાલનો શપથ ગ્રહણ સમારોહ 14 ફેબ્રુઆરીએ Valentine Dayના દિવસે યોજાઈ શકે છે. તેમણે વર્ષ 2013માં કોંગ્રેસનાં સમર્થનથી સરકાર બનાવીને 49 દિવસ બાદ વર્ષ 2014માં રાજીનામું આપ્યું હતું અને તે દિવસ વેલેન્ટાઇન ડે જ હતો. 14 ફેબ્રુઆરીનાં દિવસે શપથવિધિ સમારોહ આયોજીત કરી શકે છે.
ભાજપે દિલ્હીમાં શાહીનબાગના આંદોલનને ચૂંટણી મુદ્દો બનાવ્યો તેની સામે કેજરીવાલે વીતેલા પાંચ વર્ષમાં વિકાસના કામ ગણાવ્યા. તેના આધારે પ્રચાર કરીને વોટ માંગ્યા અને દિલ્હીની જનતાએ તેનો સ્વીકાર કર્યો અને 70માંથી 62 બેઠક પર જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement