Lok Sabha Election 2024: 64 ટકા લોકો ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, ડેઈલીહંટનો ‘ટ્રસ્ટ ઓફ નેશન’ સર્વે
ડેઈલીહંટે 11 ભાષાઓમાં લોકસભા ચૂંટણી 2024ના સર્વે કર્યો હતો. જેમાં કુલ 77 લાખ સહભાગીઓનો અભિપ્રાય લીધો હતો.
Lok Sabha Election 2024: નરેન્દ્ર મોદીએ ડેઈલીહંટ ટ્રસ્ટ ઓફ નેશનના સર્વેમાં ફરી બાજી મારી છે. સર્વેમાં 64% લોકોએ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધું છે કે તેઓ કોને આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આવી સ્થિતિમાં સર્વે રિપોર્ટ જોયા બાદ કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. આ સર્વેનું પરિણામ લોકસભા ચૂંટણી પહેલા ડેઈલીહંટ સર્વેમાં રજૂ કરવામાં આવ્યું છે.
77 લાખથી વધુ સહભાગીઓ તરફથી પ્રતિસાદ લેવામાં આવ્યા
ડેઈલીહંટે 11 ભાષાઓમાં લોકસભા ચૂંટણી 2024ના સર્વે કર્યો હતો. જેમાં કુલ 77 લાખ સહભાગીઓનો અભિપ્રાય લીધો હતો. આ સર્વેનો હેતુ એ પણ જાણવાનો હતો કે જનતા વર્તમાન સરકારની કામગીરીથી કેટલી સંતુષ્ટ છે. સર્વેના જે પરિણામો સામે આવ્યા છે તે હાલમાં મોદી સરકારની તરફેણમાં છે. 61% લોકોએ પીએમ મોદીના કામ પર સંતોષ વ્યક્ત કર્યો છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 63 ટકા લોકો માને છે કે આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળશે.
સર્વેની મહત્વની વાતો
- પાંચમાંથી ત્રણ લોકોએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની તરફેણમાં પ્રતિક્રિયા આપી છે. માત્ર 21.8% લોકો રાહુલ ગાંધીને પીએમ બનતા જોવા માંગે છે.
- સર્વેમાં ત્રણમાંથી બે ઉત્તરદાતાઓ માને છે કે ભાજપ/એનડીએ ગઠબંધન 2024માં લોકસભા ચૂંટણી જીતશે.
- દિલ્હીની વાત કરીએ તો અહીં પીએમ મોદી 57.7% વોટ સાથે આગળ છે. રાહુલ ગાંધીને 24.2% વોટ મળ્યા જ્યારે યોગી આદિત્યનાથને 13.7% વોટ મળ્યા.
- ડેઈલીહંટ સર્વેમાં પીએમ મોદી આ વર્ષે યુપીમાં ચૂંટણીમાં પહેલી પસંદ છે. તેમને 78.2% મત મળ્યા. જ્યારે રાહુલ ગાંધીને 10 ટકા વોટ મળ્યા છે.
- સર્વેમાં PM મોદીને પશ્ચિમ બંગાળમાં 62.6% વોટ મળ્યા, રાહુલ ગાંધીને 19.6% વોટ અને પ્રાદેશિક નેતા મમતા બેનર્જીને માત્ર 14.8% વોટ મળ્યા.
પીએમ મોદી દક્ષિણના રાજ્યોમાં પણ આપી રહ્યા છે ટક્કર
- તમિલનાડુમાં રાહુલ ગાંધીને 44.1% સમર્થન મળી રહ્યું છે જ્યારે નરેન્દ્ર મોદીને 43.2% સમર્થન મળી રહ્યું છે. તે પણ પાછળ નથી.
- કેરળમાં મોદી અને રાહુલ વચ્ચે જોરદાર ટક્કર છે. અહીં સર્વેમાં પીએમ મોદીને 40.8% અને રાહુલ ગાંધીને 40.5% વોટ મળ્યા હતા.
- PM નરેન્દ્ર મોદીને તેલંગાણામાં 60.1% વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીને 26.5% વોટ મળ્યા હતા. જ્યારે એન. ચંદ્રબાબુ નાયડુ 6.6% મત મળ્યા હતા.
- આંધ્ર પ્રદેશમાં પીએમ મોદીને 71.8% વોટ, રાહુલ ગાંધીને 17.9% વોટ, જ્યારે એન. ચંદ્રબાબુ નાયડુ માત્ર 7.4% વોટ મેળવી શક્યા હતા.
વિદેશી નીતિ
વિદેશ નીતિને લઈને કરવામાં આવેલા સર્વેમાં પણ 64 ટકા લોકોએ NDAના કામથી સંતોષ વ્યક્ત કર્યો અને તેની પ્રશંસા કરી.