શોધખોળ કરો

લોકસભાના સ્પીકર ઓમ બિરલા  થયા કોરોના સંક્રમિત, એઈમ્સમાં દાખલ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઓમ બિરલાની હાલત સ્થિર છે અને તેમના મુખ્ય અંગ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. હોસ્પિટલ મુજબ 58 વર્ષના ઓમ બિરલા 19 માર્ચે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને બીજા દિવસે એઈમ્સ કોવિડ કેંદ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કોવિડ 19ની સંક્રમિત થયા છે. લોકસભા અધ્યક્ષને દિલ્હી એઈમ્સમાં દાખલ  કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત સ્થિર છે. 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઓમ બિરલાની હાલત સ્થિર છે અને તેમના મુખ્ય અંગ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. હોસ્પિટલ મુજબ 58 વર્ષના ઓમ બિરલા 19 માર્ચે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને બીજા દિવસે એઈમ્સ કોવિડ કેંદ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી એક જ દિવસમાં 197 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,99,130 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,30,087 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,09,087 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,755 પર પહોંચ્યો છે.

દેશમાં 4,46,03,841 લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ હતી. રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આપવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા છે, જ્યારે રિકવરી રેટ આશરે 96 ટકા છે.

કોરોનાના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. દેશના કેટલાક એવા રાજ્યો છે, જ્યાં કોરોનાથી સંક્રમિત એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં અંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, દાદા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ, ત્રિપુરાનો સમાવેશ થાય છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે

UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

Embed widget