શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રની એક હોસ્ટેલમાં 44 વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ, તમામને કરાયા ક્વોરન્ટાઈન
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુરુવારે 14317 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણથી કુલ 57 લોકોના મોત થયા હતા.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એક હોસ્ટેલમાં 44 વિદ્યાર્થીની એક સાથે કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ તમામ આદિવાસી સ્કૂલના બાળકો છે. હોસ્ટેલ પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં છે. કલેક્ટરના જણાવ્યા મુજબ તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુરુવારે 14317 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણથી કુલ 57 લોકોના મોત થયા હતા.
ગુરુવાર જાહેર થયેલા આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 22,66,374 લોકો કોરોના સંક્રમિત થયા છે .જેમાંથી 21,06,400 લોકો સ્વસ્થ થયા છે. 52,667 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉનની ચેતવણી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement