શોધખોળ કરો

Milkha Singh Death: મિલ્ખાસિંહને કોણે આપ્યું હતું ફ્લાઈંગ શીખનું બીરૂદ ? જાણીને ચોંકી જશો

જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખા સિંહ 20 મે ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.

નવી દિલ્હીઃ ‘ધ ફ્લાઈંગ શીખ’ મિલ્ખા સિંહનું 91 વર્ષનીવયે કોરોનાથી નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખા સિંહ 20 મે ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.

પાકિસ્તાનમાં જન્મ

20 નવેમ્બર 1929ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શીખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

કોણે આપ્યું ‘ફ્લાઇંગ શીખ’નું બિરુદ
મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું. 1960ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. 400 મીટરની રેસમાં તેઓ 200 મીટર સુધી સૌથી આગળ હતા, પણ એના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. એમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4x400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

મોદીએ પણ વ્યક્ત કર્યો શોક

મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મિલ્ખાસિંહ અને તેના પત્ની નિર્મલ કૌર 20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. 24 મેના રોજ બન્નેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ આપીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. અને ઘરે જ સારવાર ચાલી રહી હતી. તેના ઓક્સિજન લેવલ ઘટવાથી ત્રણ જુનના રોજ ફરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદીએ પણ ચાર જુને મિલ્ખાસિંહ સાથે ફોન પર વાત કરી હતીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget