ગૃહ મંત્રાલયે ડિજિટલ છેતરપિંડી સામે લડવા નવો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, જાણો વધુ વિગતો
ડિજિટલ છેતરપિંડી સામે લડવા અને ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેંદ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર છેતરપિંડીના કારણે નાણાકીય નુકસાનને રોકવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મનું સંચાલન કર્યું છે.
ડિજિટલ છેતરપિંડી સામે લડવા અને ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેંદ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર છેતરપિંડીના કારણે નાણાકીય નુકસાનને રોકવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મનું સંચાલન કર્યું છે. ડિજિટલ છેતરપિંડીઓ સામે લડવા નવો હેલ્પલાઇન નંબર 155260 પર પીડિત ઈન્ટરનેટ બેકિંગ સહિત ઓનલાઈન ફાઈનાન્સ સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે.
હેલ્પલાઈનને 01, એપ્રિલ 2021ના સોફ્ટ લોન્ચ કરવામાં આવી હતી. હેલ્પલાઈન નંબર 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મને ગૃહ મંત્રાલય અંતર્ગત ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેંદ્ર (I4C) દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં તેનો ઉપયોગ સાત રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશો (છત્તીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રેદશ) દ્વારા 155260 ની સાથે કરવામાં આવી રહ્યો હતો, જે દેશની 35 ટકાથી વધારે વસ્તીને કવર કરતુ હતું.
સોફ્ટ લોન્ચના સમય બાદ બે મહિનામાં આ હેલ્પલાઈન નંબર પર નોંધાયેલી ફરિયાદના આધાર પર 1.85 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા સક્રિય સાઈબર ઠગના મોટા ગિરોહનો પર્દાફાશ થયો છે. દિલ્હી અને રાજસ્થાનમાં તપાસ દરમિયાન ઘણા ખાતાઓ બંધ કરવામાં આવ્યા અને 58 લાખ રૂપિયા અને 53 લાખ રુપિયા રિકવર કરવામાં આવ્યા છે.
આ રીતે કામ કરે છે સિસ્ટમ
હેલ્પલાઈન નંબર પર કૉલ કરતા જ તેની જાણકારી સંબંધિત નાણાકીય સંસ્થાઓ સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ ફ્રોડ ટ્રાન્જેક્શન ટિકિટ જે નાણાકીય સંસ્થામાંથી પૈસા કપાયા(ડેબિટ થયા) છે અને જે નાણાકીય સંસ્થામાં ગયા (ક્રેડિટ થયા)છે. બંને ડેશબોર્ડ પર જોવા મળશે. જે બેંક વોલેટમાં ટિકિટ આપવામાં આવી હોય છે. તેના ફ્રોડ ટ્રાન્જેક્શનની જાણકારી માટે કપાસ કરવાની હોય છે. બાદમાં ટ્રાન્જેક્શનને ટેમ્પરેરી બ્લોક કરી દેવામાં આવે છે.
સાથે જ પીડિતને એસએમએસ પણ મોકલી દેવામાં આવી છે, જેમાં ફરિયાદ સંખ્યાનો ઉપયોગ કરી 24 કલાકની અંદર છેતરપિંડીની તમામ જાણકારી રાષ્ટ્રીય સાઈબર અફરાધ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જમા કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.