(Source: ECI/ABP News/ABP Majha)
National Mourning In India: શિંજો આબેના સન્માનમાં PM મોદીએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
ભારત (India)એ જાપાનના પૂર્વ રાષ્ટ્રપતિ શિંજો આબે (Japan Ex PM Shinzo Abe) ના નિધન પર શોક વ્યક્ત કરતા 9 જુલાઈના એક દિવસ રાષ્ટ્રીય શોક (National Mourning) ની જાહેરાત કરી છે.
National Mourning India Rules: ભારત (India)એ જાપાનના પૂર્વ રાષ્ટ્રપતિ શિંજો આબે (Japan Ex PM Shinzo Abe) ના નિધન પર શોક વ્યક્ત કરતા 9 જુલાઈના એક દિવસ રાષ્ટ્રીય શોક (National Mourning) ની જાહેરાત કરી છે. શિંજો આબેને શુક્રવારે નારા શહેરમાં ભાષણ આપતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (PM Narendra Modi) એ શિંજો આબેના આકસ્મિક નિધન પર સંવેદના વ્યક્ત કરતા ટ્વિટ કરી કહ્યું, "જાપાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શિંજો આબેના નિધનના સન્માનમાં 9 જુલાઈએ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કરવામાં આવે છે."
પીએમ મોદીએ આગળ લખ્યું કે, "મારા એક પ્રિય મિત્ર શિંજો આબેના આકસ્મિક નિધનથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેઓ એક સારા નેતા અને કાર્યક્ષમ પ્રશાસક હતા. તેમણે પોતાનું આખું જીવન જાપાન અને વિશ્વને વધુ સારું બનાવવા માટે સમર્પિત કર્યું." શું તમે જાણો છો કે કોઈના અવસાન પછી રાષ્ટ્રીય શોક કેવી રીતે જાહેર કરવામાં આવે છે ? આવો જાણીએ તેના વિશે...
રાષ્ટ્રીય શોકનો નિયમ
અગાઉ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહી ચૂકેલા લોકોના નિધન પર જ દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવતો હતો. પરંતુ સમય જતાં, રાષ્ટ્રીય શોકના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા. જે અંતર્ગત કેન્દ્રને અધિકાર આપવામાં આવ્યો છે કે સરકાર દેશ-વિદેશના મહાનુભાવોના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરી શકે છે.
રાષ્ટ્રીય શોક કોણ જાહેર કરી શકે?
રાષ્ટ્રીય અથવા રાજ્ય શોકની જાહેરાત પહેલા માત્ર કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. અગાઉ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રીય શોક જાહેર કરતા હતા. પરંતુ નિયમો બદલાયા છે. હવે રાજ્યોને પણ પોતે નક્કી કરવાનો અધિકાર છે કે તેમને ક્યારે રાજ્યમાં શોક જાહેર કરવો છે. એટલે કે નવા નિયમ મુજબ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અલગ-અલગ રાજ્ય શોક જાહેર કરી શકશે.
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહે છે
નિયમો અનુસાર, રાષ્ટ્રીય શોક દરમિયાન, દેશના સચિવાલય, વિધાનસભા સહિત તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવે છે. એટલું જ નહીં, ભારતની બહાર તમામ ભારતીય દૂતાવાસો અને હાઈ કમિશનમાં પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. આ દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય શોક દરમિયાન જાહેર રજા નથી રહેતી. માત્ર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પદ પર રહેતા નિધન થવાની સ્થિતિમાં જ જાહેર રજાની જોગવાઈ છે. જો કે, રાજ્ય સરકારોને કોઈ મહાનુભાવના મૃત્યુ પર જાહેર રજા જાહેર કરવાનો અધિકાર છે.