(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવાના દિવસોમાં ઘટાડો કરવા NTAGIની સલાહ, જાણો કેટલા દિવસ ઘટશે
ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે NTAGIએ સલાહ આપી છે.
ભારતમાં કોરોના રસીકરણમાં સૌથી વધુ જે રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે તે કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ આપવાના સમયમાં ઘટાડો કરવા માટે NTAGIએ સલાહ આપી છે. હાલ કોવિશીલ્ડ રસીના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ 12 થી 16 અઠવાડિયા બાદ આપવામાં આવે છે.
NTAGIએ આપી સલાહઃ
ભારતમાં રસીકરણ માટે બનાવવામાં આવેલી ગ્રુપ એટલે કે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ હવે સરકારને સલાહ આપી છે કે, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ આપવા વચ્ચે 6 થી 8 અઠવાડિયાનો સમય રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શરુઆતમાં કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ 6 થી 8 અઠવાડિયા બાદ આપવામાં આવતો હતો જે, પાછળથી 12 થી 18 અઠવાડિયા સુધી વધારવામાં આવ્યો હતો. જો કે, NTAGIએ ભારત બાયોટેકની કોવેક્સિનના બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કરવા માટે કોઈ બદલાવ કરવાનો પ્રસ્તાવ નથી મુક્યો.
6 થી 8 અઠવાડિયા બાદ મળશે બીજો ડોઝઃ
રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોવિશીલ્ડ અંગે NTAGIએ આપેલ આ સલાહને લાગુ કરવાની હજી બાકી છે. આધિકારીક સુત્રોએ જણાવ્યા મુજબ NTAGIના નવા પ્રસ્તાવ પ્રોગ્રામેટીક ડેટાથી હમણાં સામે આવેલા વૈશ્વિક સાઈન્ટીફિક પુરાવાઓ પર આધારીત છે. જે મુજબ જો કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડિયા પછી આપામાં આવે તો વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની પ્રતિક્રીયા 12 થી 16 અઠવાડિયા બાદ અપાયેલા ડોઝથી બનતી એન્ટીબોડીની પ્રતિક્રીયા જેટલી જ હોય છે.
સુત્રોએ જણાવ્યું કે, દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રસી લેવામાં બાકી રહેલા લોકોને ઝડપથી કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લેવામાં મદદ મળશે. સરકારે 13 મે 2021ના રોજ NTAGIની સલાહ પ્રમાણે કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયાથી વધારીને 12 થી 16 અઠવાડિયા કરવાનો નિર્ણય કર્યો હતો.