Odisha Train Accident: રેલવેએ 2017 થી 2022 વચ્ચે સુરક્ષા પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો- રિપોર્ટમાં દાવો
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકો માર્યા ગયા હતા અને 1,000 થી વધુ ઘાયલ થયા હતા.
![Odisha Train Accident: રેલવેએ 2017 થી 2022 વચ્ચે સુરક્ષા પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો- રિપોર્ટમાં દાવો Odisha Train Accident: Indian Railways Spent Over Rs 1 Lakh Crore In 5 Years To Improve Safety: Report Odisha Train Accident: રેલવેએ 2017 થી 2022 વચ્ચે સુરક્ષા પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો- રિપોર્ટમાં દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/06/b4ea3c4427a07aa8bc53ef9ff496d6f2168601255263274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Railway Budget 2023: ભારતીય રેલવેએ 2017-18 અને 2021-22 ની વચ્ચે સુરક્ષા પર એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. સત્તાવાર દસ્તાવેજ પરથી જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન ટ્રેકના સમારકામ પરના ખર્ચમાં સતત વધારો કરાયો છે.
સરકારી સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે રેલવે ટૂંક સમયમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલનો જવાબ આપશે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે થયેલા ટ્રેન અકસ્માતને પગલે કેન્દ્ર પર નિશાન સાધતા આ અહેવાલને ટાંક્યો હતો ઉલ્લેખનીય છે કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકો માર્યા ગયા હતા અને 1,000 થી વધુ ઘાયલ થયા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે 'ઓડિશાના બાલાસોરમાં ભારતીય ઈતિહાસની ભયાનક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રેલવે એ લોકો માટે પરિવહનનું સૌથી વિશ્વસનીય અને સસ્તું માધ્યમ છે.' તેમણે આરોપ લગાવ્યો કે આ દરમિયાન સરકારે એવા ઘણા નિર્ણયો લીધા જેના કારણે રેલવે યાત્રા અસુરક્ષિત બની છે અને જનતાની મુશ્કેલીઓ વધી છે.
એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ
દસ્તાવેજના ડેટા દર્શાવે છે કે 2017-18 થી 2021-22 સુધીમાં રેલવેએ રાષ્ટ્રીય રેલ સુરક્ષા ફંડ (RRSK)ના કામો પર એક લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. ફેબ્રુઆરી 2022 માં સરકારે RRSK ની માન્યતાને 2022-23 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી.
2017-18માં ટ્રેક રિપેર માટે 8,884 કરોડ
દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેક રિપેરના આંકડા દર્શાવે છે કે 2017-18 થી 2021-22 દરમિયાન આના પર ખર્ચમાં સતત વધારો થયો છે. ટ્રેક રિપેર પરનો ખર્ચ 2017-18માં રૂ. 8,884 કરોડથી વધીને 2020-21માં રૂ. 13,522 કરોડ અને 2021-22માં રૂ. 16,558 કરોડ થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ આ સમયગાળા દરમિયાન ટ્રેકના સમારકામ પર કુલ રૂ. 58,045 કરોડનો ખર્ચ કર્યો હતો.
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી આ પહેલા શુક્રવારે ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશાના બરગઢ જિલ્લાના સમર્ધરા પાસે ACC રેલવે ટ્રેક પર એક માલગાડી ક્રેશ થઈ ગઈ છે. મેદાપલ્લી પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ માલગાડી બારગઢ જિલ્લાના ડુંગરી ચૂનાના પથ્થરની ખાણથી બારગઢ તરફ જઈ રહી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)