(Source: ECI/ABP News/ABP Majha)
બાળકોમાં કોરોના સંક્રમણના આ લક્ષણો જોવા મળે છે, આ રીતે ઘરે રહી કરી શકાય ઇલાજ
કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધો, યુવા સહિત બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ડોક્ટર મુજબ બાળકોમાં વધુ લક્ષણો જોવા મળે છે અથવા બિલકુલ જોવા નથી મળતાં. આ સ્થિતિમાં કોવિડના લક્ષણોને ઓળખવા જરૂરી છે. જેથી તેનો સમયસર ઇલાજ થઇ શકે.
coronavirus:કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધો, યુવા સહિત બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ડોક્ટર મુજબ બાળકોમાં વધુ લક્ષણો જોવા મળે છે અથવા બિલકુલ જોવા નથી મળતાં. આ સ્થિતિમાં કોવિડના લક્ષણોને ઓળખવા જરૂરી છે. જેથી તેનો સમયસર ઇલાજ થઇ શકે.
કેન્દ્ર સરકારના ટ્વિટર હેન્ડલ MyGovIndia પર તેને લઇને જાણકારી શેર કરી છે. હેલ્થ એક્સપર્ટ મુજબ જો બાળકો સંક્રમિત થાય તો સામાન્ય રીતે તેમાં હળવો તાવ,ખાંસી ગળામં ખરાશ, શ્વાસ લેવામાં તકલીફ., ઝાડા વગેરે લક્ષણો જોવા મળે છે. આ સાથે કેટલાક બાળકોમાં આંતરડાથી જોડાયેલા સમસ્યા સાથે અસામાન્ય લક્ષણો પણ જોવા મળે છે.
રિસર્ચ મુજબ બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિડ્રોમ નામક નવો સિડ્રોમ જોવા મળે છે. આ સ્થિતિમાં હૃદય, ફફેસાંમાં સૂજન અને ઇન્ફેકશન જોવા મળે છે. જો બાાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેનું સ્કિનિગ કરાવવુ, જો સામાન્ય લક્ષણો હોય તો તેને હોમ આઇસોલેશનમાં રાખીને ઇલાજ કરી શકાય છે.
સંક્રમણ દરમિયાન તાવ આવે તો દર 4થી6 કલાક પેરાસિટામોલ 10-15 એમજી/કેજીના ડોઝ આપી શકાય છે. ગળામાં ખરાશ અથવા કફ હોય તો બે ટાઇમ ગરમ પાણીમાં નમક નાંખીને કોગળા કરાવી શકાય., બાળકને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન અને પોષક તત્વોથી ભરપૂર ડાયટ આપવું જોઇએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 49 લાખ 65 હજાર 4563
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
- કુલ એક્ટિવ કેસ - 35 લાખ 16 હજાર 997
- કુલ મોત - 2 લાખ 74 હજાર 390
આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે.