શોધખોળ કરો

Train Accident: તેલંગાણામાં મોટી ટ્રેન દૂર્ઘટના, માલગાડીના 11 ડબ્બા પાટી પરથી ઉતર્યા, 20 થી વધુ ટ્રેનો કેન્સલ

Telangana Train Accident: દક્ષિણ મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું 20 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે

Telangana Train Accident: તેલંગાણાના પેદ્દાપલ્લીમાં મંગળવારે મોડી રાત્રે માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સાઉથ સેન્ટ્રલ રેલ્વે (SCR)ના અધિકારીઓએ જણાવ્યું કે માલગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ 20 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મંગળવારની મોડી રાત્રે રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે આયર્ન ઓર વહન કરતી માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

દક્ષિણ મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું 20 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આ સિવાય બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્રણને ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા અટકાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકને રિપેર કરવા અને રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.

-

શું છે એન્ટી કૉલેજન ડિવાઇસ સિસ્ટમ, શું આના લાગ્યા પછી નહીં થાય ટ્રેન દૂર્ઘટનાઓ ?

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. ભારતમાં વ્યસ્ત રેલવે નેટવર્કને કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે. પરંતુ રેલવે અકસ્માતોને રોકવા માટે ટૂંક સમયમાં રેલવે એન્ટી કોલીઝન ડીવાઈસનો પણ ઉપયોગ કરશે. આજે અહીં અમે તમને રેલવેની આ એન્ટી કૉલેજન ડિવાઇસ સિસ્ટમ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જાણો શું છે અને કઇ રીતે કરે છે કામ....

એન્ટી કૉલેજન ડિવાઇસ 
હવે પ્રશ્ન એ છે કે એન્ટિ કૉલેજન ઉપકરણ કેવી રીતે કામ કરે છે? તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ દ્વારા રેલવે ટ્રેક પર રેડિયો ફ્રીક્વન્સી ડિવાઇસ સાથે સિગ્નલિંગ સિસ્ટમ અને ટ્રેન એન્જિન લગાવવામાં આવે છે. અથડામણ વિરોધી ઉપકરણની ચેતવણી સિસ્ટમ ટ્રેક પર હાજર અવરોધોને શોધવા માટે કામ કરે છે. આ સિસ્ટમ દ્વારા રેલવે ટ્રેકની રેડિયો ફ્રીક્વન્સી સિસ્ટમ અને ટ્રેનના એન્જિન વચ્ચેના સંકલનની તપાસ કરે છે. ટ્રેનના પાટા પર કોઈ અવરોધ આવે કે તરત જ એલર્ટ સિસ્ટમ સિગ્નલ મોકલે છે. આ સિસ્ટમ દ્વારા રાત્રે અને ગાઢ ધુમ્મસમાં પણ લોકો પાયલટને ટ્રેક પર હાજર અવરોધો વિશે માહિતી મળે છે, જેના કારણે લોકો પાયલટ ટ્રેનની ગતિ ઘટાડી શકે છે.

માહિતી અનુસાર, આ ઉપકરણનો ઉપયોગ હાલમાં દક્ષિણ મધ્ય રેલવેના 1098 લાઇન કિલોમીટર અને 65 એન્જિન પર કરવામાં આવ્યો છે. તે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા સર્કિટના ભાગ પર લાગુ થવાનું છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, 2028 સુધીમાં દેશના તમામ રેલવે ટ્રેક પર એન્ટી-કોલેજન ઉપકરણો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભારતીય રેલવે નેટવર્કમાં આ ટેક્નોલોજીના સંપૂર્ણ અમલીકરણ પછી રેલવે અકસ્માતો નહિવત્ થઈ જશે. જો કે, આ ટેક્નોલોજી તમામ વિભાગો અને ટ્રેનો સુધી પહોંચતા હજુ થોડા વર્ષો લાગશે.

કઇ રીતે કામ કરે છે આ ડિવાઇસ  
આ ટેક્નોલોજીના માધ્યમથી જ્યારે ટ્રેક પર કોઈ સમસ્યા દેખાય કે સામે કોઈ ટ્રેન દેખાય તો લોગો પાયલોટ તરત જ જોખમનો સંદેશ જોઈ લે છે. આવી સ્થિતિમાં જો લોકો ઓપરેટર ટ્રેનની ઝડપ ઘટાડવા અથવા રોકવામાં નિષ્ફળ જાય છે, તો 'કવચ' આપોઆપ બ્રેક લગાવે છે અને ટ્રેનને રોકે છે. આ ટેક્નોલોજી ઉચ્ચ આવર્તન રેડિયો સંચારનો ઉપયોગ કરીને સતત કામ કરે છે. માહિતી અનુસાર, સરકારને આ ટેક્નોલોજી પાછળ અંદાજે 30-50 લાખ રૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ પણ વાંચો

Alcohol Facts: દારૂ પીધા પછી લોકો કેમ થઇ જાય છે ટલ્લી, જાણી લો આજે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget